વિકાસ:છોટાઉદેપુરથી ગોધરા રોડ પર બનનાર ઓવરબ્રિજનું ટેન્ડર દોઢ વર્ષ બાદ ખુલ્યું

છોટાઉદેપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરથી ગોધરા રોડ ઉપર  દોઢ વર્ષે ઓવરબ્રિજનું ટેન્ડર મંજુર થયું. - Divya Bhaskar
છોટાઉદેપુરથી ગોધરા રોડ ઉપર દોઢ વર્ષે ઓવરબ્રિજનું ટેન્ડર મંજુર થયું.
  • ટેન્ડર મંજૂર થતા 750 મીટર લાંબો અને 10 મીટર પહોળો ઓવરબ્રિજ 17 કરોડના ખર્ચે બનશે

છોટાઉદેપુરથી ગોધરા રોડ ઉપર જતા રેલવે ફાટક નં 101 આવેલ છે. એના ઉપર ગુજરાત સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. દોઢ વર્ષ પછી ટેન્ડર મંજુર થતા હવે કામગીરી શરૂ થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. સ્ટેટ હાઇવે 62 જે છોટાઉદેપુરથી ગોધરા જાય છે. એના ઉપર છોટાઉદેપુરને સ્પર્શતા અંદાજે 40 જેટલા ગામડા આવે છે. તેની 50 હજાર જેવી વસ્તીને જવા આવવાની ભારે મુશ્કેલી પડી રહી છે. એક રેલવેનું નાનું ગરનાળુ આવેલ છે. ત્યાંથી માત્ર નાના વાહનો પસાર થાય છે અને રસ્તો પણ તદ્દન ખરાબ છે.

ટૂંક સમયમાં ચોમાસુ આવતા વધુ કફોડી હાલત થશે. ગોધરા તરફ જતા રોડ ઉપર મંજુર થયેલ ઓવરબ્રિજ 17 કરોડનો હશે. જેની લંબાઈ 750 મીટર પોહળાઈ 10 મિટર જેવી રેહશે હજુ એનું ટેન્ડર મંજુર થયું છે. અત્યારે ભારદારી જે વાહનો જામલા અથવા તેજગઢ રોડ ઉપરથી ફરીને જતા 10 કિલોમીટરનો ફેરો પડે છે જેને લઈને ચાલકો ભારે નારાજ છે. 

આર એમ બી વિભાગના ડેપ્યુટી એન્જીનીયર તેરસિંગભાઈ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પછી અનેક સમસ્યાઓ આવતા ઓવરબ્રિજનું ટેન્ડર ખુલી ગયું છે. જે સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું છે. 15 દિવસમાં વર્ક ઓર્ડર પણ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવશે. ઓવરબ્રિજનું કામ બે ભાગમાં વહેચાયેલું છે. જે ફાટક નં 101 આવેલ છે. એના ઉપરનું કામ રેલવે દ્વારા કરવાનું હતું એ કામ પૂર્ણ થઈ જતા એક વર્ષ જેવો સમય થઇ ગયો. પરંતુ રાજ્ય સરકારનું કામ ગોકળ ગતિએ ચાલે છે. આ સંદર્ભે પ્રજામાં નારાજગી જોવા મળે છે. આવુ જ કામ રેલવેનું છે. 15 વર્ષે માત્ર 50 કિલોમીટર ટ્રેન અલીરાજપુર સુધી વધી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...