તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તેજગઢ અછાલા વન વિભાગે ખેરના લાકડાં સાથે 2ને ઝડપ્યા

તેજગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
અછાલા ખાતે ખેરના ગેરકાયદેસર લાકડા સાથે વન વિભાગે બે ઈસમોને ઝડપતાં કાર્યવાહી કરતાં અધિકારીઓ જોવા મળે છે - Divya Bhaskar
અછાલા ખાતે ખેરના ગેરકાયદેસર લાકડા સાથે વન વિભાગે બે ઈસમોને ઝડપતાં કાર્યવાહી કરતાં અધિકારીઓ જોવા મળે છે
 • રૂા.30 હજારના લાકડાં સાથે ટ્રેક્ટર જપ્ત કરાયું
 • ખેરના લાકડા ટ્રેક્ટરમાં લઇ જતાં પકડાયાં

છોટાઉદેપુર રેન્જ તેજગઢ રાઉન્ડ વિસ્તારના અછાલા અનામત જંગલમાથી ખેરના લાકડા સહિત ચાર લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટક કરવામાં આવી હતી. વધુ તપાસમાં અન્ય વધુ આરોપીઓની સંડોવણી બહાર આવશેનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર રેન્જમાં આવેલ તેજગઢ રાઉન્ડના અછાલા જંગલના સર્વે નંબર 1 પૈકીમાં અનામત ખેરના લાકડા નંગ 22 અને ટુકડા 34, ઘનમીટર 2.122 ગેરકાયદેસર કાપી ટ્રેક્ટરમાં લઈ જતા હોવાની બાતમી મળી હતી, જે અંતર્ગત વનવિભાગ દ્વારા ટિમો બનાવી રેડ કરતા છોટાઉદેપુર રેન્જના આર.એફ.ઓ એન. સી. રાઠવાના હસ્તે ઝડપાઇ ગયા હતા,, રેડ દરમિયાન 2 ઘનમિટર ઉપરાંત અનામત ખેરના લાકડા અને ટ્રેકટર મળી ચાર લાખના મુદામાલ તેમજ આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જંગલમાં થી ગેરકાયદેસર લાકડા કાપી વેચાનારા વધુ આરોપીઓના નામો બહાર આવશે તેમ વનવિભાગના અધિકારીએ જણાવેલું છે.

ડી સી એફ પટેલ જણાવ્યુ હતુ કે છોટાઉદેપુર રેન્જ તેજગઢ રાઉન્ડના અછાલા અનામત જંગલમાથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ટ્રેક્ટરમાં ભરીને જતાની માહિતી મળતા અલગ અલગ ટીમ બનાવી વોચ રાખતા ખેરના લાકડા 2.122 ઘન મીટર જેની કિંમત ત્રીસ હજાર સહિત ચાર લાખના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડી બીજા બે ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો