હત્યા કે આત્મહત્યા?:બોડેલીમાં શિક્ષિકાએ દહેજ અને વારંવાર અસહ્ય ત્રાસને લઇને ગળે ફાંસો ખાઈનો આત્મહત્યા કરી

છોટા ઉદેપુર3 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના બોડેલીના દિવાળીબા પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને જાંબુઘોડા તાલુકાના પનિયારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા શિલ્પાબેને અગમ્ય કારણોસર શાળામાં રજા મુકી હતી. દિવસ દરમ્યાન તેઓએ પોતાના જ ઘરમાં પંખા ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સોસાયટી સહીત સમગ્ર શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામ્યો છે.

શિલ્પાબેન પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા
મુળ લુણાવાડા તાલુકાના નપાણીયા ગામમાં પિયર ધરાવતા અને લુણાવાડા તાલુકાના કાકચિયા ગામનાં પ્રકાશભાઈ મીઠાભાઇ સોલંકી સાથે 20 વર્ષ અગાઉ લગ્નગ્રંથીથી જોડાયા હતા. શિલ્પાબેન હાલ પતિ પ્રકાશભાઈ સાથે બોડેલી ખાતે આવેલ દિવાળીબા સોસાયટીમાં રહેતા હતા અને તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેઓ વડોદરા ખાતે અભ્યાસ કરે છે અને શિલ્પાબેન જાંબુઘોડા તાલુકાની પનિયારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા.

બુમાબુમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા
જેઓ ગત રોજ અગમ્ય કારણોસર શાળામાં રજા મુકી હતી અને બોડેલી પોતાના ઘરે હતા. તેમજ પતિ પ્રકાશભાઈ નોકરી ગયા હતા, સાંજના સમયે નોકરી પરથી પ્રકાશભાઈ ઘરે આવ્યા હતા ત્યારે તેઓએ ઘરમાં જઈ જોતા તેઓની પત્ની શિલ્પાબેન અંદરના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં પંખા ઉપર લટકી રહ્યા હતા. તેઓએ બુમાબુમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તેઓએ સાસરી પક્ષમાં ફોન કરી જાણ કરી હતી. સાસરી પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા આવ્યા સિવાય આગળની કોઈ કાર્યવાહી હાથ ધરતાં નહી. તેમ જણાવતા રાત્રે સાસરી પક્ષ આવતા પ્રકાશભાઈ બોડેલી પોલીસ મથકે જાણ કરી હતી.

વારંવાર દહેજ તેમજ રોકડની માંગણી કરી ત્રાસ આપતા હતા
​​​​​​​
આ મામલે શિલ્પાબેનનું મોત સાસરી પક્ષ તરફથી વારંવાર દહેજ તેમજ રોકડની માંગણી કરવી અને વારંવાર તકરાર કરી અસહ્ય માનસિક ત્રાસ આપી મરવા માટે મજબુર કરી દુષ્પ્રેરણા કરતા શિલ્પાબેનને મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોવાની પિયરપક્ષે પતિ, સાસુ,સસરા, નનંદ, નણદોઈ તેમજ દિયર વિરૂદ્ધ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મૃતદેહનુ પોષ્ટમોર્ટમ કરી તેના પિતાને મૃતદેહ સોપવામા આવ્યો
​​​​​​​
પંખા પર ગળે ફાંસો દિધેલી હાલતમાં મહિલાને જોતા તેના પતિએ તેના પીયરના પરિવારજનોને જાણ કરી ત્યારે તેઓ આવે નહી ત્યા સુધી મૃતદેહને ત્યાથી ખસેડવા નહી જણાવતા કલાકો સુધી મૃતદેહ લટકેલો રહ્યો હતો. જ્યારે તેના પિયરના પરિવારજનો આવ્યા બાદ પોલીસને બોલાવી પંચકયાસ કરી લાસને પોષ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. ત્યાર બાદ પેનલ ડોક્ટર દ્વારા મહિલાના મૃતદેહનુ પોષ્ટમોર્ટમ કરી તેના પિતાને મૃતદેહ સોપવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...