સમસ્યા:છોટાઉદેપુર પંથકમાં મૂકાયેલા નળ 1 વર્ષમાં જ તૂટ્યાં, લોકો પાણીથી વંચિત

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરોડો ખર્ચ્યા પછી પણ જૈસે થે જેવી સ્થિતિનું નિર્માણ, કામોમાં ગેરરીતિ થઇ હોવાની લોકોની ફરિયાદ
  • ઘણા ગામોમાં હેન્ડપંપ પણ બગડેલા અને નાળાં-કોઝવે પણ તૂટેલાં છે

છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાના ઘરે નળથી જળ પહોંચાડવાનું સપનું અધૂરું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચતું નથી તેવી ફરિયાદો ઉઠી છે. ઘણા વિસ્તારોમાં ઘરે ઘરે નળ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ઘણા અંતરિયાળ ગામોમાં બનાવેલા નળ તૂટેલા છે. આમ કામોમાં ગેરરીતિ થઈ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર 1 વર્ષના સમયગાળામા જ બનાવેલા નળ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

છોટાઉદેપુર પંથકમાં બનાવેલા નળ હાલ પ્રજાના ઘરે પાણી આવતાં પહેલાં જ તૂટી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે પાણી પણ આવતું નથી. ગ્રામીણ વિસ્તારની પ્રજા ફરિયાદ કરી રહી છે કે અમારા ઘરો સુધી હજુ પાણી પહોંચ્યું નથી. આજે પણ હેન્ડપંપ દ્વારા પાણી લાવવું પડે છે અને સમયનો વેડફાટ થાય છે. જેના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. નળથી પાણી તો આવતું નથી પરંતુ હેન્ડપંપ પણ બગડેલા જોવા મળી રહ્યા છે. મિલીભગતને કારણે પ્રજાની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. કરોડો ખર્ચ્યા પછી પણ જૈસે થે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઘણી જગ્યાએ પાઇપો માટે ખોદવામાં આવેલા ખાડા 1 ફૂટથી પણ ઓછા ખોદવામાં આવ્યા હોવાની બૂમો સંભળાઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ શુ ધ્યાન આપ્યું? એ અંગે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. છોટાઉદેપુર પંથકમાં આવેલા એકલબારા, ડોલરીયા, સીમલફળિયા જેવા ગામોમાં સર્વે કરતાં ઘણી જગ્યાએ નળ તૂટેલા જોવા મળી રહ્યા છે. પાણી આવતું નથી તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. હેન્ડપંપ ચાલતા નથી. જ્યારે રસ્તાના નાળા તથા કોઝવે પણ તૂટેલા જોવા મળી રહ્યા છે.

થોડા સમય અગાઉ જ નળથી પાણી પહોંચાડવા નળ તો બન્યા પરંતુ તૂટી ગયા છે. પાઇપો ફાટી ગઈ છે. સિમેન્ટના પોલ ઉભા કરી નળ ફિટ કરવામાં આવ્યા પરંતુ ઘણી જગ્યાએ પોલ સાથે નળ તૂટી ગયા છે. દર વર્ષે પ્રજાએ ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. પરંતુ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ થતી હોવાની બૂમો ઉઠી રહી છે. આ તૂટેલા નળ રીપેર થશે કે નવો ખર્ચો કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

લાખો રૂપિયા ખર્ચી કામગીરી કરાય છે પણ નિષ્ફળ છે
હાલમાં પાણી અંગેની જે યોજના છે. તેમાં ઘણા વિસ્તારોમાં હજુ ઘણા કામો બાકી છે. પરંતુ જે થઈ ગયા છે તેમાં પણ પાણી પ્રજાને મળતું નથી. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં પ્રજાને પાણીની ઘણી તકલીફ પડતી હોય છે. લાખો કરોડો રૂપિયા ખર્ચી કામગીરી કરવામાં આવે છે પરંતુ તે નિષ્ફળ જાય છે. જે અંગે પગલાં ભરી પ્રજાને ઘરે ઘરે પાણી મળે એ માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ અને પગલાં ભરવા જોઈએ તે જરૂરી છે. આવનારા દિવસોમાં ફરી ઉનાળો આવશે અને પ્રજા પાણી અર્થે વલખાં મારશે. તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે. - અરવિંદભાઈ રાઠવા, સામાજિક આગેવાન, સીમલ ફળીયા

ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોની હાલત હજુ પણ દયનીય છે
છોટાઉદેપુર પંથકમાં હાલ સર્વે દરમિયાન 10 જેટલા ગામડાઓમાં હજુ પાણી મળતું ન હોઇ પ્રજા ભારે તકલીફ ભોગવી રહી છે. હજુ ઘણી વિગતો બહાર આવે તેમ છે. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોની હાલત હજુ ઘણી દયનીય છે. જેમાં તપાસ કરવામાં આવે તો ઘણી પોલ બહાર આવી શકે છે. ગામડાઓમાં રસ્તાઓ નથી, શાળાના ઓરડાના કોટની દીવાલો તૂટી ગઈ છે. જેના કામ થયા નથી. જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...