મુલાકાત:સુપરવાઈઝિંગ ટીમનો છોટાઉદેપુરમાં ટીબીનો ફેલાવો અટકાવવા આગ્રહ

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય કક્ષાએથી જોઇન્ટ સપોર્ટિગ સુપરવિઝન અને મોનિટરીંગ ટીમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
રાષ્ટ્રીય કક્ષાએથી જોઇન્ટ સપોર્ટિગ સુપરવિઝન અને મોનિટરીંગ ટીમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી હતી.
  • જોઈન્ટ સપોર્ટિંગ સુપરવિઝનની ટીમની મુલાકાત
  • ટીબી કાર્યક્રમ હેઠળ મળી રહેલી સેવાઓથી પ્રભાવિત થયાં

છોટાઉદેપુર જિલ્લામાં ટીબી રોગ નાબૂદી માટે ચાલી રહેલા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીના સુપરવિઝન થકી ટીબી રોગને વહેલી તકે સમુદાયમાંથી બહાર કાઢવા તથા ટીબી કાર્યક્રમ અંતર્ગત ચાલતી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી જોઇન્ટ સપોર્ટિગ સુપરવિઝન અને મોનિટરીંગ ટીમ નિરિક્ષણ અર્થે આવી હતી.

ટીમ લીડર અને જોઇન્ટ સેક્રેટરી (ટીબી) ડો.અશોક બાબુની આગેવાની હેઠળ ડો. નિશાંત કુમાર જોઇન્ટ ડાયરેક્ટર (ટીબી) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર તથા ડો. રવિચંદ્ર અને મેડમ સોફિયા તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાહુલ કુમાર સાથેની ટીમ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દર્દી ઓને મળતી સેવાઓનું દર્દી ઓને રુબરુ મળી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લીધી હતી.

જેમાં દર્દીઓની મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ટીબી કાર્યક્રમ હેઠળ મળી રહેલી સેવાઓથી પ્રભાવિત થયા હતા. ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત બાદ જોઇન્ટ સેક્રેટરી ટીબી એ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તથા જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘની સાથે બેઠક યોજી હતી અને જિલ્લામાં ટીબી કાર્યક્રમ અંતર્ગત થઇ રહેલી કામગીરી બાબતે ચર્ચાઓ કરી હતી. તેમજ કોમ્યુનિટીમાં ટીબીનું સ્પ્રેડીંગ અટકાવવા તથા ડ્રગ રેજિસ્ટંટ ટીબી અટકાવવા પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...