કોંગ્રેસ નેતાઓ વચ્ચે મીડિયા યુદ્ધ:નારણ રાઠવાએ પુત્ર માટે ટિકિટની માંગણી મુદ્દે સુખરામ રાઠવાનું નિવેદન; અમે અમારું ઘર બગડવા નહીં દઈએ

છોટા ઉદેપુર23 દિવસ પહેલા

છેલ્લા એક અઠવાડિયાથી છોટા ઉદેપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મીડિયા યુદ્ધ ચાલી રહ્યું છે. મોહનસિંહ રાઠવા પોતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા માટે મીડિયાના માધ્યમથી ટિકિટની માંગણી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ નારણ રાઠવા પણ મીડિયાના માધ્યમથી પોતાના પુત્ર સંગ્રામસિંહ માટે ટિકિટની માંગણી કરી રહ્યા છે. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આજે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. અને નારણ રાઠવાના નિવેદન મુદ્દે ટિપ્પણી કરી હતી. અને સવાલ કર્યો હતો કે, મીડિયાના માધ્યમથી ટિકિટ માંગવી કેટલી યોગ્ય છે?, તેઓએ વધુમાં તેવું પણ જણાવ્યું કે આ અમારા ઘરનો મામલો છે, કુટુંબનો મામલો છે. અમારા ઘરને અમે બગડવા નહીં દઈએ તેમ કહીને આ મુદ્દાને અહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...