ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવારો અવનવી રીતે ફોર્મ ભરવા જાય છે, ત્યારે વિરોધપક્ષના નેતા બળદગાડામાં બેસીને રેલી કાઢી ઉમેદવારીપત્ર ભરવા ગયા હતા.
આદિવાસી નૃત્યના તાલે ઉમેદવારી પત્ર ભરવા ગયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર 138 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા આજે પારંપરિક રીતે આદિવાસી સમાજની અને ખેડૂતની ઓળખ સમા બળદગાડામાં સવાર થઈને રેલી કાઢી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકરોની હાજરીમાં ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્યના તાલે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા.
કોંગ્રેસ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
આજના આ શક્તિ પ્રદર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. જેને લઇને સુખરામ રાઠવાએ પોતાની જીતની સાથે સાથે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.