તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:રાજ્યમાં રોજની 5000 ગાંસડી કપાસ ખરીદવાના નિર્ણયને પરત લેવા રજૂઆત

છોટાઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરના કલેક્ટરને આવેદન અપાયું હતું. - Divya Bhaskar
છોટાઉદેપુરના કલેક્ટરને આવેદન અપાયું હતું.
 • ખેડૂતો સાથે ન્યાય કરવામાં આવે તેવી માંગ કરાઈ
 • ભારતીય કિસાન સેના દ્વારા છોટાઉદેપુરના કલેકટરને આવેદનપત્ર અપાયું

રાજ્યમાં કપાસ ખરીદીના 29 કેન્દ્રો ઉપર રોજની 5000 ગાંસડી કપાસ ખરીદવાના નિર્ણયને પરત લેવા ભારતીય કિસાન સેના દ્વારા છોટાઉદેપુર કલેકટર ને આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારીથી આખી દુનિયા અસરગ્રસ્ત બની છે. ભારત દેશમાં પણ મહામારીના કારણે અર્થ વ્યવસ્થાને નુકસાન થયેલ છે. કોરોના કાળમાં લોકડાઉન સમયમાં દેશના ખેડૂતોએ દેશના તમામ નગરિકોને અનાજ પૂરું પાડી દેશની અર્થ વ્યવસ્થા સાચવી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

ભારત દેશમાં કૃષિ બિલને લાગતા હાલમાં જે કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. જેના પગલે દેશના તમામ ખેડૂતો પોતાનો વિરોધ દર્શાવી કાળા કાયદાને પરત લેવાની માંગમાં છે. ભારતીય કિસાન સેના પણ આ કાયદાનો વિરોધ કરે છે. હાલ ગુજરાત સીસીઆઈના દ્વારા નવો નિયમ ખેડૂતોની વિરૂદ્ધ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં 29 કપાસ ખરીદી કેન્દ્રો આવેલા છે. જે પૈકી 8 તો માત્ર છોટાઉદેપુર જિલ્લામાં જ છે. છોટાઉદેપુર જિલ્લામાં રોજની હાલ કપાસની આવક અંદાજીત 10,000થી 15,000 ગાંસડી કપાસ માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહી છે. તો આખા ગુજરાતમાં કોની અને ક્યાં ખેડૂતની કપાસની ખરીદી સીસીઆઈએ કરવી. અને જેની ખરીદી કરેલ ન હોય તેવા ખેડૂતો ઝગડો કરે તેઓને મનદુઃખ થાય અથવા મોંઘવારી અને લેણદારોના ત્રાસથી કોઈ અનિચ્છનીય ઘટના ઘટી જાય તો જવાબદારી કોની રહેશે? જેથી આ કળા કાયદાને પાછો ખેંચવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરી છે.

આપેલ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે વહેલી તકે આ નિયમને પરત લેવામાં આવે જેના કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે. આત્મહત્યા કરી રહ્યા છે. ખેતીનો વ્યવસાય છોડી શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિના ઉદભવ મુખ્ય કારણ ખુરશીઓ ઉપર બેસી તાનાશાહીના નિયમો બહાર પાડનારા અધિકારી અને રાજનેતાઓ જવાબદાર છે. 5000 હજાર ગાસડીની ખરીદી બાદ કપાસને મન ફાવતા ભાવે બજારોમાં વેપારીઓ દ્વારા ખરીદી લેવામાં આવશે. ખેડૂતો સાથે અન્યાય થશે ભ્રષ્ટચાર વધશે.

હાલની સરકાર ખેડૂતો માટે કાળા કાયદાનું નિર્માણ પુર જોશમાં કરી રહી છે. ખેડૂતો પાસેથી કપાસની ખરીદી સીમિત કરી દેવામાં આવશે અને માત્ર 5000 ગાસડીની ખરીદી કરી શકશે. આ વિસ્તારમાં મુખ્યત્વે નાના ખેડૂતોનો સમાવેશ થાય છે. ખેડૂતો સાથે ન્યાય કરવામાં આવે તેવી માંગ કરી છે. આમ નહિ થાય તો આવનાર સમયમાં ગુજરાત વિધાનસભા સમક્ષ સરકાર વિરોધી દેખાવ કરવામાં આવશે અને રોડ રસ્તા બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો