તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા કલેક્ટરને આવેદન:હિન્દુ રહેણાક વિસ્તારમાં મુસ્લિમ ઈસમે લીધેલી મિલકત વેચાણ રદ કરવા રજૂઆત

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિલકત રદ કરાવવા ત્રણ ત્રણ વખત રજુઆત કરવા છતાં વોર્ડ નં 2ના રહિશોને પડતી તકલીફનું નિરાકરણ આવતું નથી. - Divya Bhaskar
મિલકત રદ કરાવવા ત્રણ ત્રણ વખત રજુઆત કરવા છતાં વોર્ડ નં 2ના રહિશોને પડતી તકલીફનું નિરાકરણ આવતું નથી.
  • છોટાઉદેપુર નગરના વોર્ડ નં.2ના રહીશો દ્વારા મિલકત રદ કરાવવા જિલ્લા કલેક્ટરને આવેદન
  • 7 દિવસમાં કાર્યવાહી નહિ કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

છોટાઉદેપુર નગરના વોર્ડ નં 2ના રહિશો દ્વારા 17 જૂનના રોજ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જેમાં મુસ્લિમ ઈસમ દ્વારા 100 ટકા હિન્દૂ રહેણાક વિસ્તારમાં લીધેલી મિલકત વેચાણ રદ કરવા અને વસવાટની પ્રકૃતિ કરતા 7 દિવસમાં અટકાવવામાં નહિ આવે તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્રણ ત્રણ વખત રજુઆત કરવા છતાં વોર્ડ ન 2ના રહિશોને પડતી તકલીફનું નિરાકરણ આવતું નથી.

વોર્ડ નં. 2ના રહીશો દ્વારા કલેકટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે ચેતનભાઈ કાળુભાઇ ગોસાઈએ તેમની મિલકત મુસ્લિમ કોમના ઇલયાસ ફારૂકભાઈ ખત્રીને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપી હતી. જે અંગે આપના ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ મંત્રી પ્રદીપસિંહભાઈ જાડેજાને પણ પત્ર દ્વારા માહિતી આપી તે સંદર્ભમાં મુખ્ય મંત્રીનો પત્ર પણ પાઠવેલ છે. આ પત્રમાં કલેકટર, ડી એસ પીને કામગીરી સોંપેલ છે.

છતાંય મુસ્લિમ ઈસમ દ્વારા લીધેલી મિલકતમાનો ઉપયોગ અને ત્યાં રહેવાની તજવીજ કરી રહ્યો છે. આ બાબત ઠીક નથી. જો એ વ્યક્તિ ત્યાં વસવાટ કરશે તો ભવિષ્યમાં ગંભીર પ્રશ્ન ઉદભવશે. આ વિસ્તાર 100 ટાકા હિન્દૂ વિસ્તાર છે. જેથી જવાબદારી તંત્રની રહેશે. જો આ ઇસમને રોકવામાં નહિ આવે તો અને વેચાણ દસ્તાવેજ રદ કરવામાં નહિ આવે તો 7 દિવસમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું. તથા જાહેર રસ્તા રોકીને અમારો વિરોધ વ્યક્ત કરીશું. જેના ગંભીર પરિણામો અંગે નોંધ લેવી જરૂરી છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...