ભાસ્કર વિશેષ:જબુગામમાં કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ 42 ડિગ્રી ગરમીમાં પણ મશરૂમની સફળ ખેતી કરી

જબુગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશરૂમની ખેતી દ્વારા લોકોને રોજગારી આપી આવક વધારી શકાય

વિશિષ્ટ પ્રકારની ખાવાલાયક અને દળદાર ફુગને અંગ્રેજીમાં મશરૂમ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી કૃષિ અવશેષો જેવા કે ઘઉંની પરાળ, ડાંગરની પરાળ, શેરડીની બગાસ વગેરે વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને સસ્તા દરે ઉપ્લબ્ધ છે. જો આ કૃષિ અવશેષોનો ઉપયોગ મશરૂમ ઉછેર માટે કરવામાં આવે તો ખેડૂતો વધારાની આવક પ્રાપ્ત કરી શકે છે. તેમજ ખેતી સાથે સંકળાયેલ ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડી તેમની આવકમાં વધારો કરી શકાય છે.

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામ ખાતે 8માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી શિવરાજસિંહ ચૌહાણ અને પરેશ બાવળીયા દ્વારા મશરૂમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી. સામાન્ય રીતે ઢીંગરી મશરૂમ/ઓઇસ્ટર મશરૂમ 20-34° સે તાપમાને ઉછેરી શકાય છે, પરંતુ વિદ્યાર્થીઓએ કાળઝાળ ગરમીમાં અંદાજે 42° સે તાપમાને પણ મશરૂમનું પ્રાયોગિક ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવેલી છે, જે ખરેખર તેઓની મહેનત, ખંત, ધીરજ અને લગનનું પરિણામ છે.

મશરૂમ ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા અત્રેની કોલેજના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકો શ્રી અર્જુનસિંહ રાઠવા અને ડૉ.રંગનાથ સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ નવીન સફળતા બદલ આચાર્યશ્રી ડૉ. સુનિલ આર. પટેલ તથા અન્ય સ્ટાફ ગણ દ્વારા તેઓને બિરદાવવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...