શિક્ષક દિનની ઉજવણી:છોટા ઉદેપુરના દરબાર હોલમાં આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, મંત્રી નિમિષાબેન સુથાર રહ્યાં હાજર

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

આજે શિક્ષક દિન નિમિત્તે છોટા ઉદેપુરના દરબાર હોલમાં પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની હાજરીમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક દિન નિમિત્તે આજરોજ છોટા ઉદેપુર મગરના દરબાર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી દ્વારા ૬ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાના ૯ શ્રેષ્ઠ શિક્ષકો, જીલ્લા કક્ષાના ૨ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક કક્ષાના ૧ શિક્ષકનું, જીલ્લા કક્ષાના ૧ શ્રેષ્ઠ સી.આર.સી.નુ સન્માન પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, શિક્ષક જ્ઞાનરૂપી પ્રકાશમય વાતાવરણ બનાવી શિક્ષણ આપવાનું કામ કરે તે શિક્ષક. શિક્ષક એટલે મિત્ર પણ બને અને શિક્ષક એટલે માતા પણ બને અને શિક્ષણનું સિંચન કરે છે. શિક્ષકમાં એવા વિદ્યાર્થી ઘઢવાની શકતી છે કે જે ઉત્કૃષ્ઠ સમાજનું સર્જન કરે છે, નિર્માણ કરી શકે છે અને એટલે જ કહેવાયું છે કે ગુરુ વિના જ્ઞાન નહિ. નિમિષાબેન સુથારે વધુમાં જણાવ્યું કે, દેશમાં ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં શિક્ષણનું મૂલ્યાંકન થાય છે અને વિદ્યાર્થીઓનું પણ મુલ્યાંકન થાય છે. સાથે સાથે શિક્ષકોનું પણ મુલ્યાંકન થતું હોય એવું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં પ્રથમ છે.

અન્ય સમાચારો પણ છે...