તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ શરૂ:છોટાઉદેપુરમાં 26% હાજરી સાથે દોઢ વર્ષે ઓફલાઇન શિક્ષણ શરૂ

છોટાઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં વાલીઓની સંમતિથી શિક્ષણ કાર્યની શરૂઆત. - Divya Bhaskar
જિલ્લામાં વાલીઓની સંમતિથી શિક્ષણ કાર્યની શરૂઆત.
  • જિલ્લાની ધો. 6થી 8ની 527 શાળાઓના 48,225માંથી 12654 વિદ્યાર્થીઓે આવ્યા
  • વાલીઓની સંમતિ સાથે કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

સરકાર દ્વારા આજરોજ 2 સપ્ટેમ્બરથી ધો 6 થી 8 ઓફલાઇન શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી શાળાઓ બંધ રહેતા ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલતું હોય પરંતુ આજથી પ્રાથમિક વિભાગની ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ કરવાના સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણનો લાભ મેળવી શકશે. જિલ્લાની શાળાઓમાં પ્રથમ દિવસે વાલીઓની સંમતિ સાથે કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરી હેન્ડ સેનીટાઈઝ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જિલ્લાની ધોરણ 6 થી 8 ધરાવતી કુલ 527 શાળાઓમાં કુલ 48,225 વિદ્યાર્થીઓમાંથી 12654 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા. તેમ દોઢ વર્ષ બાદ પ્રથમ દિવસે શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી હતી. અને પુરી ધગશ અને ઉત્સાહથી શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. શાળાઓ પુનઃ શરૂ થતાં શિક્ષકોમાં પણ ખુશી જોવા મળી હતી. છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી ધોરણ 6 થી 8ની શાળાઓ બંધ હોય જેને કારણે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય કરાવાયું હતું.

પરંતુ ગરીબ અને પછાત ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા સાથે ગરીબ આદિવાસી પાસે સ્માર્ટ ફોન ખરીદવાની તાકાત ના હોય ઘણાને મોબાઈલ વાપરતા ના આવડતું હોઇ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેતા હતા. શાળાએ ન જવાના કારણે શિક્ષણ કથળતું હતું.

સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવામાં આવતા દરેક વિદ્યાર્થીને શિક્ષકની દેખરેખ હેઠળ શિક્ષણનો લાભ મળશે. ૢઅત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 6 થી 8ના પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક વર્ગમાં 50 ટકા વિદ્યાર્થીઓ તથા બીજા દિવસે 50 ટકા વિદ્યાર્થીને બોલાવવામાં આવશ

અન્ય સમાચારો પણ છે...