બાળકોનું રસીકરણ:આજથી 15થી 18 વર્ષના 65000 બાળકોને વેક્સિન મૂકવાનો પ્રારંભ

છોટાઉદેપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસી મૂકવા માટે વાલીની સંમતિની જરૂર નથી : ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર
  • શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા પણ બાળકોને કોરોના વિરોધી રસી લેવા DDOની અપીલ

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મળેલ મિટિંગમાં એક્સપર્ટ ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે પણ વધુ ઘાતક છે. જેના બચાવ અંગે જિલ્લાના 15થી 18 વર્ષના તમામ 65 હજાર જેટલા બાળકોને કોરોના વિરોધી રસી મુકવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેમાં શાળામાં અભ્યાસ ન કરતા હોય તેવા પણ બાળકોને રસી લેવા અંગે જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી.

3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમ્યાન જિલ્લામાં તંત્ર દ્વારા 15થી 18 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી મુકવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લાની 169 શાળાઓમાં અભ્યાસ કરતા કુલ 36163 વિદ્યાર્થીઓને કોરોના વિરોધી રસી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં અભ્યાસ કરતા 18218 કિશોર અને 17945 કન્યાઓને કોરોના વિરોધી રસી આપવામાં આવશે.

છોટાઉદેપુર જિલ્લાની 169 શાળામાં અભ્યાસ કરતા 15થી 18 વર્ષના બાળકોને શાળામાં જ રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની કામગીરી સવારના 8 વાગ્યાથી શરૂ કરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રસી મુકવા માટે વાલીની સંમતિની જરૂર નથી. દરેક બાળકને રસી આપવામાં આવશે જેનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...