ક્રાઈમ:હરદાસપુરમાં ખેતરમાંથી વીજ વાયર કાપીને ચોરી જતા તસ્કરો

તેજગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં કામચલાઉ મીટર લગાવાયું હતું
  • તેજગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

તેજગઢ હરદાસપુર વિસ્તારમાં આવેલ ખેતરમાંથી રાત્રિ દરમિયાન એક ખેડૂતના ખેતરમાંથી 90 મીટરનો ઈલેક્ટ્રીક વાયર કાપીને લઈ જતાં ફરિયાદ કરવામાં આવી. ફરિયાદી જેસીંગભાઇ રોહિત પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 24 મેના રાત્રી દરમિયાન કામચલાઉ ધોરણે એમ.જી.વી.સી.એલ.માંથી નવુ મીટર મારી માલિકીના ખેતરમાં વજનકાંટો ચલાવવા લગાવવામાં આવ્યુ હતુ. જે મીટરમાંથી 90 મીટરનો વાયર પોતાના ખેતર તરફ લઈ જવા માટે નાખવામાં આવ્યો હતો. જે કોઈ હરામ ખોર વાયર કાપી ચોરીને લઈ જતા સવારે ખેતરમાં જઈ નજર નાખતા 90 મીટરના વાયરનું બંડલ ગાયબ જોતા તેજગઢ પોલીસ સ્ટેશનમાં વાયર ચોરાય જવા બાબતે જેસીંગભાઇ એન. રોહિતે ફરિયાદ કરતા તેજગઢ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...