તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની બહાર ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા

છોટા ઉદેપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા સેવા સદનની બહાર ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા. - Divya Bhaskar
જિલ્લા સેવા સદનની બહાર ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા.
  • સેવા સદન કચેરીમાં બંધ પડેલી લિફ્ટનું રિપેરિંગ કરવા માગ
  • જિલ્લા સેવા સદન કચેરીને ફરતે સાફ સફાઈ કરવા ગ્રામજનોની માગ

છોટાઉદેપુર નગર ખાતે આવેલ જિલ્લાની વડી કચેરી જિલ્લા સેવા સદન એ જિલ્લાની એક મુખ્ય શોભા ગણવામાં આવે છે. જેના કંપાઉન્ડ વોલ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કાંટાળા ઝાડ અને અન્ય છોડ તથા ઘાસ મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે. જેને દૂર કરવા ઘણા જરૂરી છે. તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. જિલ્લા સેવા સદન કચેરીની ફરતે સાફ સફાઈ અંગે તંત્ર ધ્યાન આપે એ ઘણું જરૂરી છે. છોટાઉદેપુર જિલ્લા સેવાસદન કચેરી ખાતે ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ભવ્ય કચેરીની શોભા ઢંકાઈ જતી હોઈ જેથી કંપાઉન્ડ વોલ ઉપર ઉગેલા વેલા દૂર કરવા પ્રજા માંગ કરી રહી છે. વધારે પ્રમાણમાં ઉગી નીકળેલા વેલાઓ અને કાંટાળા ઝાડને કારણે જીવ જંતુ કરડવાનો પણ ભય રહેલો છે. જેથી ઉગેલા વેલા દૂર કરવા જરૂરી છે.

છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લા સેવા સદન કચેરી માર્ગ ઉપર જિલ્લાની સૌથી મોટી શાળા એસ. એફ. હાઈસ્કૂલ અને નગરપાલિકા કચેરી આવેલ છે. જે માર્ગ ઉપર રાત્રીના કોઈ જોવા મળતું નથી. પરંતુ વહેલી સવારે અને રાત્રીના નગરની પ્રજા વોકિંગ કરવા અર્થે આ માર્ગ ઉપર જતી હોય અને વધારે ઝાડી જાખરને કારણે જીવ જતુ કરડવાનો ભારે ભય રહેલો છે. જેથી આ જગ્યાએ સાફ સફાઈ કરાવવા પ્રજાની માંગ ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેલ ડાબા તરફના ભાગ તરફ જતા આવેલ લિફ્ટ પણ છેલ્લાં ત્રણ મહિના જેવા સમયથી બંધ હાલતમાં હોય જેને પૂર્ણ ચાલુ કરાવવા અર્થે પ્રજા માંગ કરી રહી છે. છાશ વારે આ લિફ્ટ બંધ થઈ જાય છે. જેનું યોગ્ય રીપેરીંગ કામ કરાવવું ઘણું જરૂરી છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ છ તાલુકાઓમાંથી પ્રજા પોતાના સરકારી કામો અર્થે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવતી હોય જેમાં ઘણા સિનિયર સીટીઝન હોય અને દાદર ચઢી ના શકતા હોય જેઓને લિફ્ટ વગર ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. જેના કારણે પણ લિફ્ટનું રીપેરીંગ કરાવવું ઘણું જરૂરી છે. તેમ પ્રજા જણાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...