મતદાર જાગૃતિ અભિયાન:છોટાઉદેપુરમાં એસ.એફ. હાઇસ્કૂલ ખાતે લોકશાહીનો અવસર; કલેકટર દ્વારા મતદાન જાગૃતિ બાઇક રેલીને લીલ ઝંડી

છોટા ઉદેપુર10 દિવસ પહેલા

છોટાઉદેપુર જિલ્લાના વડામથક ખાતે આવેલી શ્રી. એસ.એફ હાઇસ્કૂલ ખાતેથી અવસર લોકશાહીનો અંતર્ગત મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર આર. કે. ભગોરાએ લીલ ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ એસ.એફ હાઇસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક સેલ્ફી પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે.​​​​
મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો
આગામી તા. 5મી ડિસેમ્બરના રોજ થનારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ઠ ત્રણ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકો માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્ના પાચાણી અને તેમની ટીમ દ્વાર મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી
છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલથી મતદાન જાગૃતિ અંગે બાઇક રેલીનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એસ. એફ. હાઇસ્કૂલથી શરૂ કરવામાં આવેલી આ રેલી છોટાઉદેપુર નગરના તમામ મુખ્ય માર્ગો પર ફરી પરત એસ.એફ હાઇસ્કૂલ ખાતે આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે અવસર લોકશાહીનો અંતર્ગત મતદારોને જાગૃત અને સુશિક્ષિત કરવા માટે સુવ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મતદાન કરવાનું પ્રણ લઇ સેલ્ફી ખેંચે
મતદારોને જાગૃત કરવાના પ્રયાસોના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ મતદાર જાગૃતિ અભિયાન વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. એસ. એફ. હાઇસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક સેલ્ફી પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે. જયાં મતદારો મતદાન કરવાનું પ્રણ લઇ સેલ્ફી પણ ખેંચે છે.

અન્ય સમાચારો પણ છે...