તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર કસ્બા વિસ્તારમાં ગટરોનું પાણી રોડ પર ફરી વળ્યું

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર કસ્બા વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા લોકો રોષે ભરાતા કોર્પોરેટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. - Divya Bhaskar
છોટાઉદેપુર કસ્બા વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા લોકો રોષે ભરાતા કોર્પોરેટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
  • ગંદકીની સમસ્યાના કારણે મચ્છર તથા રોગચાળાની દહેશત સાથે લોકોનો રોષ
  • સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર નગરમાં આવેલ કસ્બા વિસ્તારમાં વોર્ડ નં 5 અને વોર્ડ નં 6 વચ્ચેથી પસાર થતી ગટરોનું ગંદુ પાણી મુખ્ય ઉપર માર્ગ ઉપર વહેવા લાગ્યું હતું. જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિક રહીશોએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરતા વોર્ડ નં 5 અને વોર્ડ નં 6ના કોર્પોરેટરો તથા ચીફ ઓફિસર સહિત સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરાવી હતી. છોટાઉદેપુરથી કવાંટ રોડ તરફ જતા મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતી ગટરોની નિયમિત સફાઈ થતી ન હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે.

શનિવારે ગટરના પાણી રોડ ઉપર ઉભરાતા હતા. અને ભારે દુર્ગંધ મારતા હતા. તથા આવતા જતા વાહનો દ્વારા પાણી લોકો ઉપર તથા આસપાસના ઘરો ઉપર ઉડતા હતા. જેનાથી આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ કાયમી સમસ્યાને લઈ મચ્છર તથા રોગચાળાની દેહશત પણ વર્તાતી હતી. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ વોર્ડ નં 5 અને 6ના કોર્પોરેટર અને પાલિકા ચીફ ઓફિસર અને સ્ટાફને સ્થળ ઉપર બોલાવ્યા હતા. જે અંગે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે વોર્ડ નં 5 અને 6ની ગટરોનું પાણી રોડ ઉપર આવી જતું હતું. જે પ્રશ્ન ઘણા વર્ષોથી છે. જેમાં એક નાની દુકાન વચ્ચે આવતી હતી. જેનાથી ગટર બ્લોક થઈ જતી હતી. શનિવારે અમે પાલિકાના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઈને કર્મચારીઓ દ્વારા તુરંત સાફસફાઈ હાથ ધરાવી હતી. નડતર રૂપ દુકાન તોડાવી દીધી હતી. અને મોટી પાઇપો નંખાવી તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...