ઉમેદવારી પત્રો:છોટાઉદેપુર વિધાનસભાની 3 બેઠક ઉપર સાત ઉમેદવારી પત્રો રદ થયા

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર 2, પાવીજેતપુર 3 અને સંખેડા બેઠક પર 2 ફોર્મ રદ

છોટાઉદેપુર 137 વિધાનસભા બેઠક ઉપર તા 15 નવેમ્બરથી 17 નવેમ્બર સુધીમાં કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 2, ભારતીય જનતા પાર્ટીના 3, આમ આદમી પાર્ટીના 4, અને બી ટી પી 1 જ્યારે પ્રજા વિજય પક્ષમાંથી 1 એમ કુલ 11 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 ફોર્મ રદ થયા હતા. અને 6 ફોર્મ માન્ય રહ્યા હતા.

છોટાઉદેપુર 137 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારની ચકાસણી 18 તારીખ હોઇ તેમાં કુલ 11 ફોર્મમાંથી 2 ફોર્મ રદ થયા હતા. કોંગ્રેસમાંથી ઈશ્વરભાઈ ઢેકડાભાઈએ ફોર્મ ભરેલું જેમાં મુખ્ય ઉમેદવારનું પત્ર સ્વીકૃત થયેલું હોઇ અને વૈકલ્પિક ઉમેદવાર ન હોવાથી તથા ઉમેદવારી પત્ર ભાગ 2 માં દરખાસ્ત કરનાર 10 ટેકેદારોની સહી ન હોઇ રદ કરાયા હતા.

જ્યારે છોટાઉદેપુર 138 વિધાનસભા પાવીજેતપુર બેઠક ઉપર કુલ 13 ફોર્મ ભરાયા હતા, જેમાંથી બીજેપી 3, કોંગ્રેસના 3, આમઆદમી પાર્ટી 3, પ્રજા વિજય પક્ષ 1, બીટીપી 1, પછાસી પરિવર્તન સમાજ પાર્ટી 1 અને 1 અપક્ષ એમ કુલ 13 ફોર્મ ભરાયાં હતા. જેમાંથી શુક્રવારે કુલ 7 ફોર્મ મંજૂર થયા હતા અને 3 ફોર્મ રદ થયા હતા. એ જ રીતે 139 સંખેડા બેઠક ઉપર 15 ફોર્મ ભરાયા હતા. જેમાં કોંગ્રેસ 5, ભાજપ 3, આમ આદમી 3, બીટીપી 2, પછાસી પરિવર્તન પાર્ટી 1 અને 1 અપક્ષ એમ કુલ 15 ફોર્મ ભરાયા હતા. જેમાં 7 માન્ય રાખવામાં આવ્યા હતા અને 2 ફોર્મ રદ થયા હતા. તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...