કોરોનાવાઈરસ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ

છોટાઉદેપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાકરકુંડ ગામના 5 અને ધામોડીના 2 કેસ પોઝિટિવ આવતા છોટાઉદેપુર જિલ્લાનો કુલ આંક 31 ઉપર પહોંચ્યો
  • સાતેય વ્યક્તિઓ જિલ્લા બહાર મજૂરીએ ગયા હતા, ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા હોવાની સેવાઈ રહેલી શંકા

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 24 કોરોના covid-19 પોઝેટિવ કેશ હતા. જેમાં 29 મેના રોજ  જિલ્લાના કાકરકુંડ ગામના 5 અને ધામોડી ગામના 2 કેશ એમ 7 કેશ ઉમેરાતા જિલ્લાનો આંકડો 31 ઉપર પોહચતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગાબડીયાનો યુવાન 28 મેના રોજ પોઝેટિવ આવ્યો હતો. આ વ્યક્તિ ગામમાં મજૂરીએ બહાર ગયેલ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 180 કોરોના ટેસ્ટ અંગેના સેમ્પલ વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં મોકલ્યા હતા. એ પૈકી 7 પોઝેટિવ કેશ આવ્યા હતા. 

અધિકારીઓનો ફોનથી સંપર્ક થઈ શક્યો નથી
જે 29 મેના રોજ પોઝિટિવ કેશ બહાર આવ્યા તેમાં કાકરકુંડના 5 જેમાં રાઠવા સર્જનભાઈ મોહનભાઇ (ઉ.30), રાઠવા શકુંતલાબેન સર્જનભાઈ (ઉ.25), રાઠવા દીપાભાઈ દલાભાઈ (ઉ.38), સવિતાબેન દીપાભાઈ રાઠવા (ઉ.39), રાઠવા કિરણભાઈ કલસિંગભાઈ (ઉ.35) સામેલ છે. ધામોડીમાં બે મહિલા પોઝેટિવ આવી છે. જેમાં ધાણક નિકિતાબેન (ઉ.18), ધાણક શાંતિબેન (ઉ.20) પણ કોરોના પોઝેટિવ છે. આ 7 વ્યક્તિઓ બહાર મજૂરીએ ગયેલ ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા હોય તેવી શંકા ઓ સેવાઇ રહી છે. આ સંદર્ભે પૂછપરછ કરવા અંગે કાકરકુંડ ગામ ઇન્ટિરિયલ હોય અધિકારીઓનો ફોનથી સંપર્ક થઈ શક્યો નથી.  28 મેના રોજ 1 અને 29 મેના રોજ નવા આવેલ 7 કેસ સહિત કુલ 8 વ્યક્તિઓ હવે આઇસોલેશન વોર્ડમાં સારવાર લેશે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તા 29ના કુલ 151 સેમ્પલો મોકલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...