દુર્ઘટના:વાહનની અડફેટે બાઇક સવાર યુવકને ગંભીર ઈજા

જબુગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જબુગામ સરકારી દવાખાના પાસે અકસ્માત
  • ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે બોડેલી ખસેડાયો

બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ પાસે અજાણ્યા વાહનની અડફેટે આવેલા બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈક સવાર ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે જબુગામ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ થઈ હોવાથી ત્યાંથી વધુ સારવાર અર્થે બોડેલી ખાતે આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ અકસ્માત ઝોન ગણાતા છોટાઉદેપુર બોડેલી હાઇવે પર આવેલા જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનની અડફેટે બાઈક સવાર યુવક તાજુભાઈ રાઠવા રહે. મજીગામ તા. પાવી જેતપુરને જબુગામ સરકારી દવાખાને આવતો હતો. તે દરમ્યાન ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી બાઈક ચાલક યુવાનને જબુગામ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈજાઓ ગંભીર હોઇ વધુ સારવાર અર્થે 108 મારફતે બોડેલી ખાતેની હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...