શુભારંભ:જેતપુરપાવીથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા આજથી શરૂ કરવામાં આવશે

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલના હસ્તે શુભારંભ
  • આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું તા. 20 નવે.ના રોજ તાલુકાકક્ષાએ સમાપન કરાશે

બુધવારે તા. 18મી, નવેમ્બરના રોજ સવારે 09:30 કલાકે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જેતપુરપાવી ખાતેથી રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી મનિષાબેન વકીલના હસ્તે આત્મનિર્ભર ગ્રામયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આત્મનિર્ભર ગ્રામયાત્રાનો જિલ્લા કક્ષાનો શુભારંભ કાર્યક્રમ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા રાજયમંત્રી મનિષાબેન વકીલના હસ્તે આત્મનિર્ભર ગ્રામરથયાત્રાના ત્રણ રથોનું પ્રસ્થાન કરાશે.

છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠકોને આવરી લેતી આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું તા. 20મી, નવેમ્બરના રોજ તાલુકાકક્ષાએ સમાપન કરાશે.ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા રેલી અને જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ, વિવિધ વિભાગો દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ અને સહાયના ચેકોનું વિતરણ કરાશે. જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારી આ ત્રિ-દિવસીય યાત્રા દરમિયાન રૂા. 497.87 લાખના 177 પ્રકલ્પોનું લોકાર્પણ, રૂા. 3675.54 લાખના 1237 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને 3418 લાભાર્થીઓને રૂા. 266.29 લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...