તારીખ 16- 4 -2022 ના રોજ ગુજરાતના લુણાવાડા ખાતે રામજીભાઈ વણકર વય નિવૃત્તિ સમારંભ 36મો સન્માન સમારોહ અને પૂર્વ તેજસ્વી છાત્ર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ‘સાવિત્રીબાઇ’ ફૂલે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે છોટાઉદેપુર તાલુકાના 4 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં (1) બી.આર.સી કૉ ઓર્ડીનેટર હિતેશચંદ્ર સોલંકી, (2) રોજકુવા પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક જગદીશભાઈ મકવાણા, (3) કોરાજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક નારણભાઇ વણકર (4) અછાલા પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક પ્રવીણભાઈ પટેલીયા ની પસંદગી કરવામાં આવી હતી.
જેમાં તમામ શિક્ષકોને લુણાવાડા ખાતે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ઉપપ્રમુખ જેઠાભાઇ પરમાર, રામજીભાઈ વણકર નિવૃત શિક્ષકના વરદ હસ્તે તેઓને શાલ, પ્રમાણપત્ર, એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તમામ શિક્ષક મિત્રોએ રામજીભાઇ વણકરને આપણા છોટાઉદેપુરની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તીરકામઠી, શાલ, ભેટ આપી રામજીભાઈનો તમામ શિક્ષક મિત્રોએ ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.