સતર્કતા:કેળામૂળમાં બનાવટી વર્કઓર્ડર સાથે તળાવમાં ખોદકામ કરતા વાહનો જપ્ત

દિવડા કોલોની3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ અને તલાટી કમ મંત્રીની સતર્કતાએ પોલ ખોલી
  • 1 JCB અને 2 ટ્રકને કડાણા મામલતદાર કચેરી ખાતે લઇ જવાયા

કડાણા તાલુકાના કેળામૂળ તળાવમાં ગેરકાયદેસર ખોદકામ કરતા એક JCB અને બે ટ્રક કડાણા મામલતદાર દ્વારા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહીસાગર જીલ્લામાં પણ હાલ જળ સંચય યોજના તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુસર મનરેગા હેઠળ તંત્ર દ્વારા ગામ તળાવો ઊંડા કરવાની કામગીરીની મજુરી આપવામાં આવેલ છે જે સંદર્ભે હાલ જીલ્લાના મોટા ભાગના ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી જોર શોરથી ચાલુ છે.

ત્યારે સંતરામપુરના ઈલ્યાસ હાજી ગટલીએ આ તકનો લાભ લઈને કડાણા તાલુકાના કેળામૂળ તળાવમાં ગેરકાયદેસર રીતે મશીનરી દ્વારા ખનન કરતા હોવાનું જાણવા મળી આવતા કેળામુળ ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી ઘટના સ્થળે પહોંચી કામગીરીના વર્ક ઓર્ડરની ચકાસણી કરતા જળ સ્ત્રાવ સમિતિના કેળામૂળના નામે બનાવટી વર્કઓર્ડર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કેળામૂળ સરપંચ અને તલાટી ખોટા વર્કેઓર્ડરની ખાત્રી કરી મામલતદારને આ અંગે જાણ કરતા મામલતદાર સહીત TDO ટીમ સાથે પહોચી ગેરકાયદેસર રીતે થતું ખોદકામ અટકાવી 1 JCB અને 2 ટ્રક જપ્ત કરી કડાણા મામલતદાર કચેરી ખાતે લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...