ચોમાસામાં કુદરત મન મૂકીને પોતાનો રંગ વિખેરે છે ત્યારે આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના સૌથી છેવાડાના તુરખેડા ખાતે. કે જ્યા કુદરતે બધી ખૂબસૂરતી અહીંયા જ વિખેરી દીધી હોય તેમ ચકાચોંધ કરી દીધા છે,અહીંયા પ્રવાસીઓને વાદળો સાથે મોજ કરવાની મજા પડી રહી છે, વાદળોની ફોજ એટલી નીચે જોવા મળે છે કે 50 મીટર દૂરનું દૃશ્ય પણ જોઈ શકાતું નથી. આવું સ્વપ્નમાં જોયેલું દ્રશ્ય જોવા માટે જાણે આંખો કેટલાય વર્ષોથી તરસી રહી હતી અને જોયા પછી પણ હજુ આ દ્રશ્ય નજર સામેથી હટવાનું નામ જ નહતું લેતું. તુરખેડા ખાતેનું આ દ્રશ્ય જાણે સ્વપ્ન નગરીમાં આવી ગયા તેવો અહેસાસ કરાવતું હતું.
જ્યારે પડવાની પાસે ડુંગરની ઉપરથી સમગ્ર ખીલનું દૃશ્ય મનમોહક અને દિલને ઠંડક પહોચાડે તેટલું રમણીય જોવા મળ્યું હતું, અને ચારે બાજુ ડુંગળીની હારમાળા વચ્ચે હળ ચલાવી રહેલા ખેડૂતનું દૃશ્ય જાણે અદભુત લાગી થયું હતું અને આ જગ્યાએ જ રહેવાનુ જાણે મન થઈ આવ્યું હતું. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે ૧૯૬૭ માં આવેલી જીતેન્દ્રની ખૂબ જૂની હિન્દી ફિલ્મ બુંદ જો બન ગયી મોતીનું એક સુંદર ગીત યાદ આવી ગયું.
હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન, કે જીસ પે બાદલો કી પાલકી ઉડા રહા પવન, દીશાએ દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કીસને ફૂલ ફૂલ પે કીયા શ્રીંગાર હૈ : યે કોન ચિત્રકાર હૈ, યે કોન ચિત્રકાર હૈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.