શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:સંખેડાના ચંદાનગર શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરતા વાલીઓએ બદલી કરવા કલેક્ટરને આવેદન આપ્યું

છોટા ઉદેપુર7 દિવસ પહેલા

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકામાં આવેલા ચંદાનગર પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મીનાબેન ત્રિપાઠી થોડાક સમય પહેલા જ આ પ્રાથમિક શાળામાં હાજર થયા હતા. જાણે સજામાં આવેલા હોય તેમ તેમના વર્ગના વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકોએ પોતાના ઘરે જઈ મા-બાપને જાણ કરતા ઘણા વાલીઓ શાળામાં ગયા હતા.

વાલીઓ સાથે પણ અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું
ત્યારે શિક્ષિકાબેને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની જેમ વાલીઓ સાથે પણ અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું હતું. જેથી શાળાના વાલીઓએ આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને શાળામાં ગેર વર્તણૂક કરી રહેલ શિક્ષિકા મીનાબેન ત્રિપાઠીની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. જો વહેલી તકે યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ વાલીઓએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...