વિધાનસભા ચૂંટણી 2022:સંખેડા બેઠકના ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ ઉમેદવારી પત્ર ભર્યું; જંગી જનમેદનીની સાથે વિશાળ રેલીનું આયોજન

છોટા ઉદેપુર2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના આખરી દિવસે બોડેલી ખાતે ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ બોડેલીમાં હકડેઠઠ ભીડ ભેગી કરીને બાઈક પર સેવાસદન ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું છે.

આજે વિધાનસભા બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે સંખેડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ ઢોકલિયાથી જંગી જનમેદનીની સાથે રેલી કાઢીને બે કિલોમીટર સેવા સદન ખાતે ખુલ્લી જીપમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારબાદ બોડેલીના બજારમાંથી રેલી પસાર થતી વખતે માત્રને માત્ર લોકોની ભીડ જ નજરે પડતી હતી. આખરે અલીપુરા ચોકડી ખાતે રેલી પહોંચતા અભેસિંહ તડવીએ અગ્રણી કાર્યકર સાથે બાઈક પર સવાર થઈને સેવાસદન પહોંચીને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. અને મીડિયા સાથે વાત કરતા તેઓએ જંગી બહુમતીથી જીતવાની આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...