ચૂંટણી:છોટાઉદેપુર પાલિકા પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ, પ્રમુખની જગ્યા ખાલી પડતા ચૂંટણી યોજાઈ હતી

છોટાઉદેપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર પાલિકા ખાતે તા. 24 નવેમ્બરે પાલિકા પ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી કલ્પેશ ઉનટકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સભ્ય સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા પ્રમુખ તરીકે બિન હરીફ જાહેર થયા હતા. છોટાઉદેપુર પાલિકા પૂર્વ પ્રમુખ નરેન જયસ્વાલ સામે અગાઉ 20 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી.

જે ઉપ પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં પસાર થઈ જતા નરેન જયસવાલ પ્રમુખ પદેથી દૂર થઈ ગયા હતા. પ્રમુખની જગ્યા ખાલી પડતા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સંગ્રામસિંહ રાઠવા સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોય બિન હરીફ જાહેર થયા હતા. પ્રમુખપદના દાવેદાર તરીકે બહુજન સમાજ પાર્ટીના ઝાકિરભાઈ દડી અને નેહાબેન જયસવાલે પ્રમુખપદ માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ બંને ફોર્મ પરત ખેંચી લેતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...