કોંગ્રેસની છઠ્ઠી યાદી જાહેર:છોટા ઉદેપુરની બે બેઠક માટે સંગ્રામસિંહ રાઠવા અને સુખરામ રાઠવાની પસંદગી કરાઈ

છોટા ઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેતપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર સુખરામ રાઠવા - Divya Bhaskar
જેતપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર સુખરામ રાઠવા

છોટા ઉદેપુર જીલ્લાની બે વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંગ્રામસિંહ રાઠવા અને સુખરામ રાઠવાના નામ જાહેર કરાતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.

છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા
છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવા

છોટા ઉદેપુર જીલ્લાની બે વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ચાલી રહી હતી એવા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને જેતપુર વિધાનસભા બેઠક માટે રીપિટ કરવામાં આવ્યા છે. જ્યારે છોટા ઉદેપુર વિધાનસભા બેઠક ઉપર સંગ્રામસિંહ રાઠવા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.​​​​​​​ મહત્વની વાત એ છે કે, છોટા ઉદેપુર વિધાનસભા બેઠક ઉપર મોહનસિંહ રાઠવાના દિકરા રાજેન્દ્રસિંહ રાઠવા અને નારણ રાઠવાના દિકરા સંગ્રામસિંહ રાઠવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...