તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:છોટાઉદેપુર ઓરસંગ નદીમાં રેતી માફિયાઓએ ખાણ-ખનીજના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી

છોટાઉદેપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 ઈસમોએ ગાળો બોલી પતાવી દેવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
 • વોટરવર્કસ પાસે ગેરકાયદે રેતી ખનન થતી હોવા અંગે આકસ્મિક રેડ પાડી હતી

છોટાઉદેપુર ઓરસંગનદીમાં વોટરવર્કસ પાસે થતું ગેરકાયદેસર રેતી ખનન બાબતે છોટાઉદેપુર જિલ્લા ખાણખણીજ વિભાગના કર્મચારીઓએ રેડ કરી હતી. જે સમય દરમ્યાન ત્રણ ઈસમો દ્વારા ખાણ ખનીજ કર્મચારીઓ સાથે ગેર વર્ણતુક કરી ગાળો બોલી ઝપાઝપી કરી ધાક ધમકી કરી પતાવી દેવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ ખાણ ખનીજ માઈન્સ સુપરવાઈઝર જયમીનકુમાર સુરેશભાઈ પટેલે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. છોટાઉદેપુર ખાણખણીજ માઈન્સ સુપરવાઈઝરે નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પી. આર. ખાંભલાએ ખાણ ખનીજ ફિલ્ડ કર્મચારીઓને દૈનિક પેપરમાં પ્રસિદ્ધ થયેલ છોટાઉદેપુર નગરપાલિકા વોટરવર્કસ પાસે ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા માંગના સમાચાર બાબતે ચેકીંગમાં જવા સૂચના આપી હતી.

જે અનુસંધાને અમે અમારા સહ કર્મચારી અજયરાજ સિંહ બળભદ્રસિંહ જાડેજા, આશિષભાઈ સુરેશભાઈ પટેલ તથા કેયુરભાઈ રજનીભાઇ પટેલ સાથે અમે પાલિકાના વોટરવર્કસ પાસે જતા હતા. તે વખતે રાત્રીના 9 વાગ્યાના સુમારે નદીમાં 2 ટ્રેક્ટરો રેતી ભરતા હતા. અમને જોઈને ટ્રેક્ટરના ડ્રાઈવર અને મજૂરો ભાગી ગયા હતા. અમે ત્યાં ટ્રેકટર નજીક ઉભેલા હતા. તે સમયે પાંચ માણસો એકદમ હાથમાં પથ્થર સાથે ધસી આવેલા અને અમારી સાથે બોલાચાલી કરી હતી. અમે જણાવ્યું હતું કે, બોલાચાલી કરી હતી.

અમોએ તેઓને જણાવ્યું હતું કે અમે ખાણખનિજ ખાતામાંથી આવીએ છીએ. અમોને અમારું સરકારી કામ કરવા દો. તેમ કહેતા એકદમ ગુસ્સે થઈને ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. અને 5 પૈકીના 2 ઈસમો ટ્રેકટર ચાલુ કરીને ભાગી ગયા હતા. બાકીના ત્રણ ઈસમો અમારી પાસે આવીને અમને ધાક ધમકી આપવા લાગેલ કે હવે જો બીજી વખત નદીમાં ચેકીંગ કરવા આવસો તો પતાવી દઈશું. તેમ કહી અમોને ધક્કો મારી જતા રહ્યા હતા. તે પૈકી બે વ્યક્તિને અમો ઓળખીએ છીએ. તેમાં (1) સવાભાઈ ભરવાડ અને (2) જોગાભાઈ ભરવાડ બન્ને રહેવાસી છોટાઉદેપુર તેમ નોંધાયેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવાના હેતુથી ગેરકાયદેસર મંડળીઓ બનાવી એક સંપ થઈને અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અમો સાથે ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારીનાખવાની ધમકી આપી કલેકટર ના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી તેઓ સામે કાયદેસર તપાસ થવી જોઈએ તેવી ફરિયાદ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.અમે ખાણખનિજ ખાતામાંથી આવીએ છીએ. અમોને અમારું સરકારી કામ કરવા દો. તેમ કહેતા એકદમ ગુસ્સે થઈને ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. અને 5 પૈકીના 2 ઈસમો ટ્રેકટર ચાલુ કરીને ભાગી ગયા હતા.

બાકીના ત્રણ ઈસમો અમારી પાસે આવીને અમને ધાક ધમકી આપવા લાગેલ કે હવે જો બીજી વખત નદીમાં ચેકીંગ કરવા આવસો તો પતાવી દઈશું. તેમ કહી અમોને ધક્કો મારી જતા રહ્યા હતા. તે પૈકી બે વ્યક્તિને અમો ઓળખીએ છીએ. તેમાં (1) સવાભાઈ ભરવાડ અને (2) જોગાભાઈ ભરવાડ બન્ને રહેવાસી છોટાઉદેપુર તેમ નોંધાયેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવાના હેતુથી ગેરકાયદેસર મંડળીઓ બનાવી એક સંપ થઈને અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અમો સાથે ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારીનાખવાની ધમકી આપી કલેકટર ના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી તેઓ સામે કાયદેસર તપાસ થવી જોઈએ તેવી ફરિયાદ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અગાઉ રેતી માફિયાઓ દ્વારા હુમલો થયો હતો
છોટાઉદેપુર જિલ્લા વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓની હિંમત વધી ગઈ છે. અગાઉ થોડા સમય પહેલા પણ ખાણ ખનિજ કર્મચારી ઉપર રેતી માફિયાઓ દ્વારા હુમલો થયો હતો. સરકારી કર્મચારીઓ ઉપર આ રીતના હુમલો થાય એ યોગ્ય ન કહેવાય. આ અંગે તંત્ર કડક પગલાં ભરે એ ઘણું જરૂરી છે.

ગેરકાયદે ખનન કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય
જિલ્લામાં ચાલતું ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ તથા ડોલોમાઈટ પથ્થરની ચોરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નથી. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર થતું ખનન અટકાવવા આકસ્મિક તપાસ હાથ ધરાશે. - નરેન્દ્રભાઈ પટેલ, ખાણ ખનીજ અધિકારી, છોટાઉદેપુર જિલ્લો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો