તેજગઢ ખાતે રૂપાલા ગાજ્યા:કહ્યું- ગદ્દાર કહેવાવાળા કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ; મોરારજી દેસાઈએ પણ કોંગ્રેસ છોડી હતી

છોટા ઉદેપુર18 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાના નેતાઓ ઠેર-ઠેર સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે છોટા ઉદેપુરના તેજગઢ ખાતે ભાજપના નેતા અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા આવ્યા હતા. સભામાં હાજર મેદનીને તળપદી ભાષામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમજ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારની કામગીરીની વાત પ્રજા સમક્ષ મૂકી મત માંગ્યા હતા.

કોંગ્રેસને મનોમંથન કરવા સલાહ
તેજગઢ ખાતેની સભામાં ભાજપના નેતા અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં અને મોહનસિંહ રાઠવાએ ભાજપમાં પ્રવેશ લેતા જ કોંગ્રેસના લોકો તેઓને ગદ્દાર કહ્યા હતાં. આ વાતનો વળતો જવાબ આપતાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું, મોરારજી દેસાઈએ પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો એની યાદ અપાવી હતી. આવું થવા પાછળ કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ તેવી સલાહ આપી હતી.

રાઠવા ભાજપમાં કેમ જોડાયા? તેનો જવાબ કોંગ્રેસ આપે
વધુમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, વિશ્વના મંચ જી-20 સમિટમાં નરેન્દ્ર મોદી દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને બાબા પીઠોરાનું પેન્ટિંગ આપવામાં આવ્યું હતું. આ રીતે આદિવાસીઓને સન્માન આપવાનું કામ કર્યું હતું. પુરુષોત્તમ રૂપાલા આજે જાહેર મંચ ઉપર મોહનસિંહ રાઠવાને કદી હરાવી શક્યા ન હતા અને હવે તેઓ ભાજપમાં કેમ જોડાયા તેનો જવાબ કોંગ્રેસે આપવો જોઈએ. ભાજપમાં જોડાયેલા મોહનસિંહ રાઠવાએ ગાંધીજીના કોંગ્રેસને સમેટી લેવાના આહવાનને ટેકો આપ્યો હોય તેવી વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...