તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમારકામ:છોટાઉદેપુર જિલ્લાના શ્રમિકોને આવાસ સમારકામ તથા વિસ્તરણ માટે રૂા. 35000ની સહાય અપાશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારની ગુજરાત આત્મનિર્ભર પેકેજ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેતશ્રમિકો અને નોંધાયેલ આદિવાસી બાંધકામ શ્રમિકોને આત્મનિર્ભર પેકેજ યોજના અંતર્ગત પોતાના વતનમાં આવેલા માલિકીના આવાસમાં જરૂરી સમારકામ કરવા કે વિસ્તરણ કરવા માટે લાભાર્થીદીઠ રૂા. 35000ની આવાસ સબસીડી મંજૂર કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં રહેતા અનુસૂચિત જનજાતિના આદિવાસી ખેતમજૂરો તેમજ નોંધાયેલા બાંધકામ શ્રમિકો કે જેઓ અન્ય જિલ્લામાં રોજગારી અર્થે જતા હોય તેઓને લાભ આપવામાં આવશે. આ યોજના અંગે વધુ માહિતી સંબંધિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.ગાવિત તરફથી જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો