તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સ્વતંત્રતા પર્વ આવતાં છોટાઉદેપુરમાં રોડની સફાઈ થઈ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે ઠેર ઠેર સાફ સફાઈ તથા રસ્તાના ડીવાઇડરોને રંગ રોગાન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે ઠેર ઠેર સાફ સફાઈ તથા રસ્તાના ડીવાઇડરોને રંગ રોગાન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર પર્વ ઉજવાશે
  • સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી સાફ સફાઈ કાયમ માટે થાય તેમ પ્રજા ઈચ્છી રહી છે

છોટાઉદેપુર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષણીને વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રોડ રસ્તા સાફ કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે તંત્ર દ્વારા રસ્તા ઉપરના ડિવાઈડરનું રીપેરીંગ કામ કરી તેને રંગ રોગાન કરવામાં આવી રહ્યો છે. અને રસ્તા ઉપર જામેલી ધૂળ તથા કચરો સાફ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લાના સ્વાતંત્રય પર્વની ઉજવણીને અનુલક્ષીને જિલ્લાના વડામથકે આવેલી તામામ સરકારી કચેરીઓ તથા તાલુકા કક્ષાએ આવેલી તમામ સરકારી કચેરીઓમા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અને દરેક કચેરીઓએ રોશની કરવામાં આવશે. તથા 14 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી સાફ સફાઈને જોઈ આવી સાફ સફાઈ કાયમ માટે થાય તેમ પ્રજા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...