છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના ખેરવા ગામથી બહાદરપુર જવાના રસ્તા ઉપર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પાણીના કારણે ખેરવા ગામના લોકોને મજબૂરીએ ઘુટણસમાં પાણીમાં ઉતરવાની ફરજ પડી છે.
રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા
સંખેડા તાલુકાના ખેરવાથી બહાદરપુર જવાના રસ્તા ઉપર રેલવે ગરનાળું આવેલું છે, આ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, વરસાદી પાણીના નિકાલ માટે રેલવે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેવો આક્ષેપ ખેરવાના ગ્રામજનો કરી રહ્યા છે.
મશીન-ટ્રેક્ટરની મદદથી પાણી કાઢવામાં આવ્યું
ખેરવાથી બહાદરપુર શાળામાં અભ્યાસ કરતા બાળકોને રેલવે ગરનાળાના ઘૂંટણસમા પાણીમાં ઉતરીને જવાની ફરજ પડે છે. રેલવે વિભાગને જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અને સ્થાનિક લોકો દ્વારા મશીન અથવા ટ્રેક્ટરની મદદથી પાણી કાઢવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.