ભગવંત માનનો ભવ્ય રોડ શો:છોટાઉદેપુરમાં બે બેઠક પર રોડ શો; ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું-ગુજરાતના લોકો 27 વર્ષથી દુઃખી છે, આ વખતે જનતા બદલાવ માંગે છે

છોટા ઉદેપુર14 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર દિવસેને દિવસે વેગ પકડી રહ્યો છે. ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નસવાડી અને કવાંટ ખાતે રોડ શો કર્યો હતો. જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાય નેતાઓએ ગુજરાતમાં ધામાં નાખ્યા છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં આપની સરકાર લાવવા ગુજરાતવાસીઓને રીજવવા મેદાને ઉતર્યા છે. ભગવંત માને આજે છોટા ઉદેપુર જિલ્લાની બે બેઠક સંખેડાના નસવાડી ખાતે તેમજ પાવી જેતપુરના કવાંટ ખાતે રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. ભગવંત માને ભેગી થયેલી ભીડને સંબોધન કરતા વાયદા પણ કર્યા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી .

ભગવંત માને રોડ શો બાદ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો 27 વર્ષથી દુઃખી છે, અને આ વખતે તેઓ બદલવા માંગે છે, કોંગ્રેસ તો મેદાન છોડીને ભાગી ગઈ છે, કોંગ્રેસવાળા બિકાઉ થઈ ગયા છે અને જીતીને ભાજપને ફોન કરીને કેટલા આપશો હું તમારી પાસે આવી જાઉં કહી પોતાની પાર્ટી સાતે દગો કરે છે, તેઓએ વધુમાં જણાવ્યું કે, આ વખતે 8 તારીખે વિધાનસભા ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હશે.

અન્ય સમાચારો પણ છે...