મેઘતાંડવ:છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળા-કોતરો છલકાયાં

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ મન મુકીને વરસવાનું ચાલુ કરતાં જ નદી-નાળા-કોતરો છલકાયાં હતાં. જોકે મેઘાએ રોદ્ર સ્વરૂપ બતાવતાં બોડેલીમાં વિક્રમી 12 કલાકમાં જ 17 ઇંચ વરસાદ નોંધાયો હતો. અવિરત વરસતા વરસાદના કારણે લોકોભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.

બોડેલી નગરના માર્ગો પણ નદીમાં ફેરવાઇગયા હોય તેમ ધસમસતા પાણીના કારણે ભારે નુકસાન થયુ હતું. બોડેલી સહિત કવાંટ-પાવીજેતપુર - છોટાઉદેપુર અને સંખેડામાં પણ વરસાદે તોફાની બેટિંગ કરતાં અનેક ગામો વિખુટા પડી ગયા હતાં. સાથે સાથે જિલ્લાના તાલુકા મથક સહિત નાના ગામડાઓમાં પણ નદીના અને વરસાદી પાણી ફરી વળતાં 16થી વધુ રસ્તાઓ પરનો વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદના તોફાની આગમને જિલ્લાનો વ્યવહાર ઠપ કરી દીધો હતો.

અશ્વિનીમાં નવા નીર જોવા ભીડ ઉમટી
નસવાડી અશ્વિન નદીમા ભારે વરસાદને લઈ પાણી આવ્યું તે અને કૂકાવટીથી વાઘીયા જવાનો લો લેવલનો કોઝવે પાણીમા ડૂબી ગયો હતો. }ઈરફાન લકીવાલ

તંત્ર દ્વારા રેસ્ક્યૂ
નસવાડીના કાળીડોળીથી રાજબોડેલીના રસ્તા પર પાણી આવી જતા નસવાડી દવાખાને આવેલ 4 વ્યક્તિઓ કાળીડૉળી સ્મશાનમા ફસાયા હોઇ રાજ બોડલી વસાહતના 1 પુરુષ, 2 મહિલા, 1 બાળક ફસાયાં હોઇ નસવાડી પોલીસ, મામલતદાર અને ગ્રામજનોની મદદથી દોરડા વડે રેસ્ક્યૂ કરાયા હતા.

હેરણમાં ઘોડાપૂર
બોડેલીના કોસિન્દ્રા પાસેથી પસાર થતી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું. } વલ્લભ શાહ

મોસમમાં પ્રથમ વખત ઓરસંગ ગાંડીતૂર
બોડેલી ઓરસંગમાં ઘોડાપૂર આવતા ધસમસતા પાણી}સંજય ભાટિયા

કોઝવે પર પાણી
તેજગઢ ઓરસંગ બે કાંઠે તથા દેવલિયા કોઝવે ઉપર પાણી આવી જતા દેવલિયા ગ્રામજનોને મહામુસીબતે પાર કરતા જોવા મળ્યા હતા. }મજીદ ખત્રી

બોડેલી પાણીમાં
અલીપુરાની ગંગા નગર સોસાયટી બેટમાં ફેરવાઈ.

સંખેડાની નદી પણ ગાંડીતૂર બની
સંખેડા નજીકની હેરણ નદી બે કાંઠે થઈ.

ગરનાળામાં પાણી
બોડેલીના બોડેલી ગરનાળામાં વાહન ડૂબે તેટલું પાણી ભરાયુ. }વલ્લભ શાહ

એપ્રોચ રસ્તો ધોવાયો
નસવાડીના પલાસણીથી કાળીડૉળી જતા અશ્વિન નદીના 100 મીટર પુલનો એપ્રોચ ધોવાતા રસ્તો બંધ થયો હતો. નસવાડી પોલીસ મામલતદાર સહિત સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો.

વીજ સપ્લાયની તૈયારીઓ
વજિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદમાં MGVCLના કર્મચારીઓ લાઈટ ચાલુ કરવા પહોંચ્યા હતા.

હોસ્પિટલ પાણીમાં
બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ માં ઘૂંટણ સમા પાણી ભરાયાં.

અંતિમ યાત્રા
રોડ પર પાણીમાંથી નીકળતી સ્મશાનયાત્રા. } હેમંત પાઠક

શાળામાં પાણી ભરાયાં
નસવાડી હાઈ.ના મેદાનમાંથી પાણીનો નિકાલ થતાં પાણી ભરાયાં.

રસ્તો બંધ કરાયો
બોડેલીથી ડભોઈનો રસ્તો વરસાદી પણી ભરાઈ જવાને લીધે બંધ થયો હતો.

કવાંટમાં વરસાદને લઈ પુરાણ કરાયેલી પૌરાણિક વાવની જમીન ઉપર ભૂવો પડ્યો
કવાંટ : ગાંધી ચોક, પંચોલી ફળિયામાં આવેલી પૌરાણિક વાવ જે આસરે દોઢસો, બસ્સો વર્ષ વર્ષ પહેલાં એ વાવને પુરાણ કરીને જમીન સમતલ કરી હતી. તેના ઘણા વરસો પછી અને અત્યારના ચાર વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે વાવના કૂવાવાળો ભાગ બેસી ગયો હતો. એટલે કે ખૂબ મોટો ભૂવો પડેલો. જેની જાણ ગ્રામજનોને થતાં કુતૂહલવસ જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યાર પછી ગ્રામ પંચાયત દ્વારા આ વાવના ભૂવા પડેલી જગ્યામાં આશરે 15થી 20 જેટલા ટ્રેકટરો ભરીને માટી પુરાણ કરાવેલું. સમય જતાં આજે ફરી કવાટમાં પડેલા ભારે વરસાદના કારણે એ વાવની જગ્યાએ ખૂબ મોટો ભૂવો પડ્યો છે.

પાદરા નગર પાણીમાં
પાદરા વડુ પંથકમાં રવિવારે બપોર બાદ વરસાદની બેટિંગની શરૂઆત થવા પામી હતી. }ચિંતન ગાંધી

ઢાઢર બે કાંઠે આવી
કન્ટેશ્વર-કાળી તલાવડી વચ્ચે ઢાઢર નદી મોસમમાં નદી બે કાંઠે થઇ હતી.

ગામ સંપર્ક વિહોણું
નસવાડીનું ચોરામાલ ગામને જોડતા સ્લેબ ડ્રેઈનનું ધોવાણ થતા ગામ સંપર્ક વિહોનું બન્યું છે.

કોતરની ચેકવોલ તૂટી
સંખેડા તાલુકાના ટીંબા ગામ પાસે કોતર ઉપર બનેલી ચેકવોલ વરસાદના કારણે તૂટી પડી.

વાઘોડિયામાં 1 ઇંચ વરસાદ
વાઘોડિયામાં સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ વાઘોડિયાને ધમરોડી નાંખ્યુ હતુ. ભારે વરસાદિ ઝાપટાથી વિજીબીલીટી ઘટતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. બજારોમા મુખ્ય માર્ગોપર પાણી વહેણની જેમ વહ્યા હતા. દિવસ દરમ્યાન વાઘોડિયા પંથકમા સાર્વત્રીત એક ઈચ વરસાદ નોંધાયો હતો. } પ્રકાશ પટેલ

પાનવડની ધામણી નદી બે કાંઠે
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા પાનવડમા આવેલી ધામણી નદી બેકાંઠે આવતા લોકો નદી જોવા ઉમટી પડ્યા હતા. ઉપરવાસમાં વરસાદ વધુ હોઇ ધામણી નદી બે કાંઠે વહી રહી હતી. }ઇકબાલ શેખ

અન્ય સમાચારો પણ છે...