ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં ટ્રાન્સફોર્મરની ફરતે મૂકેલી જાળી તૂટતાં જોખમ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણી જગ્યાએ આ જાળી પર લીલા વેલા પણ ઉગેલા જોવા મળી રહ્યા છે

છોટાઉદેપુર નગરના રહેણાંક વિસ્તારોમાં ઘણી જગ્યાએ આવેલ વીજ ટ્રાન્સફર્મરના થાંભલાની ફરતે પ્રજાની સુરક્ષા અર્થે લોખંડની જાળી બેસાડવામાં આવી છે. પરંતુ ઘણી જગ્યાએ બેસાડવામાં આવેલી જાળી ઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જ્યારે ઘણી જગ્યાએ સુરક્ષા અર્થે જાળી છે પણ નહિ તેમ પ્રજા ફરિયાદો કરી રહી છે. અને ઉપરથી વીજ વાયરો જતા હોય વીજળીનો પ્રવાહ પસાર થતો હોય ત્યાં લીલા વેલા પણ ઉગેલા જોવા મળી રહ્યા છે. હવે રહેણાંક વિસ્તાર હોય અને ભવિષ્યમાં કોઈ અજુકતો બનાવ બને તો જવાબદારી કોની એ પ્રશ્ન ઉઠ્યો છે. તંત્રની નજરે આ વાત આવતી નહોય તેમ લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર ક્લબરોડ ઉપર આવેલ જાહેર રસ્તો હોય જ્યાં રહેણાંક વિસ્તાર પણ હોય ત્યાં આવેલ વીજ ટ્રાન્સફર્મરની ફરતે તંત્ર દ્વારા જાળી બેસાડવામાં આવી છે. પરંતુ એ ઘણા સમયથી તૂટેલી છે. અને નીચે જમીન ઉપર પડી છે. પરંતુ સબ સ્લામતની વાતો વચ્ચે આ વાત કોઈના ધ્યાને આવતી નથી. આ જગ્યાએ સાંજ સવાર લોકોની અવર જવર હોય છે.

આ રસ્તેથી શાળાએ જતા આવતા નાના બાળકો પસાર થાય છે. અવર જવર દરમ્યાન જો આ જાળી ન હોય અને કોઈ અકસ્માત બને તો ઉગેલા ઘાસ તથા વેલાઓને લઈને કરંટ પણ લાગવાની શક્યતાઓ રહેલી છે. તો શું તંત્ર કોઈ ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે. તેવા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. આ અંગે તુરંત પગલાં ભરવામાં આવે અને જાળી ફિટ કરાવવામાં આવે તેમ પ્રજાની માંગ ઉઠી છે.

નગરના ક્લબ રોડ ઉપર બેસાડવામાં આવેલ ટ્રાન્સફર્મરની ફરતે ભારે ઘાસ ઊગી નીકળ્યું છે. અને લીલી વેલો જમીનથી છેક ઉપરના વાયરો સુધી વેલો પહોંચી ગઈ છે. નીચે કરંટ ઉતરવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. હવે જોવાનું રહ્યું કે ક્યારે તંત્રની આંખો ખુલે છે. ક્લબ રોડ પાસે રહેતા રહીશ ભરતભાઇ પટેલ જણાવી રહ્યા છે કે અમારા વિસ્તરમાં આવેલ ટ્રાન્સફર્મરની ફરતે ઘણા સમયથી વેલા તથા ઘાસ ઊગી નિકળ્યું છે. જેનાથી કરંટ લાગવાનો ભય રહેલો છે. અને થાંભલાની ફરતે લગાડેલી જાળી પણ તૂટેલી હાલતમાં છે. જે રીપેર કરવામાં આવે તો અકસ્માત થવાનો ભય ઓછો રહે તેમ છે. તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...