ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં લાકડા-કોલસાના ભાવોમાં વધારો

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાકડાને બાળી કોલસા બનાવી શહેર વિસ્તાર તરફ ગરીબ આદિવાસી પ્રજા લાકડાના ભારા વેચવા અર્થે આવતી હોય છે. - Divya Bhaskar
લાકડાને બાળી કોલસા બનાવી શહેર વિસ્તાર તરફ ગરીબ આદિવાસી પ્રજા લાકડાના ભારા વેચવા અર્થે આવતી હોય છે.
  • ઠંડી વધતાં કોલસાની ગુણ પહેલાં રૂા.300માં હતી. હવે રૂા.350માં મળે છે
  • લાકડાના ભારાની કિંમત વધીને રૂા.150 જેટલી થઈ ગઈ

છોટાઉદેપુર પંથકમાં છેલ્લા 15 દિવસથી ઠંડીએ જમાવડો કર્યો છે. તાપમાનનો પારો ગગળતા બળતણના ભાવોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાંથી લાકડાના ભારા તથા કોલસાની ગુણ વેચવા અર્થે આવતા આદિવાસીઓએ ઠંડીની શરૂઆત થતા બળતણની વસ્તુના ભાવ વધારી ધીધા છે.

છોટાઉદેપુર પંથકમાં 15 દિવસોથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગ્રામીણ અંતરિયાળ જંગલ વિસ્તારમાંથી લાકડા વીણી લાવી તથા લાકડાને બાળી કોલસા બનાવી શહેર વિસ્તાર તરફ ગરીબ આદિવાસી પ્રજા લાકડાના ભારા વેચવા અર્થે આવતી હોય છે. જેમાં લાકડાના ભારાની કિંમત પહેલા 100 રૂપિયા તથા 120 રૂપિયા હતી. અત્યારે રૂા. 150માં વેંચતા જોવા મળે છે. જ્યારે કોલસાની ગુણ પહેલા રૂા. 300 હતી. અત્યારે રૂા. 350માં મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ઠંડી ભગાડવા અર્થે તથા સ્નાન અર્થે ગરમ પાણી કરવા આજના આધુનિક યુગમાં હિટર તથા ગીઝરનો ઉપયોગ પ્રજા કરતી હોય છે. પરંતું ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ દેશી રીતના લાકડા સળગાવી પાણી ગરમ કરવામાં આવે છે. અને ઠંડી ભગાડવા તાપણું કરવા અર્થે કોલસાનો ઉપયોગ થાય છે. ઠંડીની શરૂઆતથી બળતણની વસ્તુના ભાવો વધી રહ્યા છે. હજુપણ વધુ ઠંડી પડશે તો વધુ ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...