તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર ST ડેપોની આવકમાં દોઢ લાખનો ઘટાડો

છોટાઉદેપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસ અગાઉ એસટી ડેપોની આવક અંદાજિત 6.30 લાખ જેવી થતી હતી
  • કોરોનાના ડરને કારણે મુસાફરોની સંખ્યામાં જોવા મળી રહેલો ઘટાડો

છોટાઉદેપુરમાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જેથી એસટી ડેપો છોટાઉદેપુરની બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં એટી ડેપોની રોજની આવકમાં અંદાજીત દોઢ લાખનો ઘટાડો નોંધાયો છે.

છોટાઉદેપુર એસટી ડેપો જિલ્લાનો સૌથી મોટો ડેપો છે. જેમાં રોજની સૌથી વધુ આવક થતી હોય છે. એક માસ અગાઉ એસટી ડેપોની આવક અંદાજિત 6.30 લાખ જેવી થતી હતી. હાલમાં રોજની આવક રૂા. 5 લાખ થઈ ગઈ છે. દોઢ લાખ જેવો ઘટાડો નોંધાયો છે. તેમ છોટાઉદેપુર ડેપો મેનેજર તરફથી જાણવા મળ્યું હતું. કોરોના વાયરસના કેસમાં વધારો થતાં હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના ના કહેરના ડરને કારણે મુસાફરી કરવાનું મુસાફરો ટાળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

છોટાઉદેપુર એસટી ડેપોમાં કુલ 72 બસો રોજ અલગ અલગ નાના-મોટા રૂટ ઉપર દોડતી હોય છે. જેમાં અંદાજિત રોજની 6.30 લાખ જેવી આવક નોંધાય છે. પરંતુ કોરોનાના કેસોમા દિનપ્રતિદિન સતત વધારો થતાં મુસાફરોની સંખ્યા ઓછી થઈ રહી છે. ઘણા મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે છોટાઉદેપુર એસટી ડેપોને રોજની દોઢ લાખ રૂપિયાની આવક ગુમાવવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો