તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:છોટાઉદેપુરમાં કોરોનાની સારવારમાં મૃત્યુ પામેલ દર્દીઓના અંતિમ સંસ્કાર અંગે નિયંત્રણો મુકાયા

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવારમાં મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહો તેમના સગાને સોંપવાના રહેશે નહીં

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર અંગે જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો મકાયા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધતી જાય છે. સરકારી હોસ્પિટલો તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ દર્દીઓ પૈકી વધુ સારવારની જરૂરિયાત વાળા તેમજ ગંભીર રીતે બીમાર દર્દીઓની સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર થાય છે.

કોરોના વાઈરસનું ઝડપી સંક્રમણ વધુ લોકોમાં ન ફેલાય તે માટે સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કોવિડ-19ની સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી કોઈ દર્દીના મૃત્યુ થવાના કિસ્સામાં મૃતદેહોનો કોવિ-19ની ગાઈડલાઈન અને પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર થાય તે આવશ્યક છે. જેથી સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર અંગે નિયંત્રણો મુકાયા છે. જેમાં કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કોવિડ-19ની સારવારમા મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહો દર્દીઓના સગાને સોંપવાના રહેશે નહીં.

દર્દીઓના અંતિમ સંસ્કાર જે તે વ્યક્તિની ધાર્મિક વિધિ મુજબ (અંતિમ સંસ્કાર અથવા દફન વિધિ) નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા કોવિડ-19ની કોરોના વાઈરસથી સંક્રમિત વ્યક્તિના નિકાલ અંગેની ગાઈડલાઈન તેમજ પ્રોટોકોલ મુજબ કરવાના રહેશે. આ જાહેરનામું તા 11 મેથી 31મે સુધી સમગ્ર જિલ્લાને લાગુ પડશે. આ જાહેરનામનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામાં માં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...