છોટા ઉદેપુર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રશ્મિકાંત વસાવા હાલ ચર્ચામાં છે. લથડિયાં ખાતો વીડિયો વાઇરલ થયો તેની સાથે જ તેમણે બદનામ કરવા માટે બંટી બબ્લીના નામથી બે કરોડના કૌભાંડનો એક પત્ર પણ વાઇરલ થયો હતો.
દોષિતો સામે પગલાં ભરવાની માંગ
આ પત્રમાં બતાવેલ ગુમાનસિંહ ડુંગરભિલ નામનો કોઈ વ્યક્તિ જ ગામમાં નથી. આ પત્ર માત્રને માત્ર રશ્મિકાંત વસાવા અને તેમની પત્નીને બદનામ કરવાના ઇરાદે કરવામાં આવ્યો છે. તેવી રજૂઆત સાથે છોટા ઉદેપુર જીલ્લાના અગ્રણી અને યુવાન કાર્યકરો દ્વારા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવાની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.