તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે પણ કોરોનાનો એકેય કેસ ન નોંધાતા રાહત

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2635 કેસ પોઝિટિવ નોંધાયાં

છોટાઉદેપુર જિલ્લામાં રવિવાર તા.13 જૂનના રોજ એકપણ કોરોના કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2635 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

રવિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 123 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2593 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 6 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દી ના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 725, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

શિનોર તાલુકામાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે 30 એન્ટિજન ટેસ્ટીંગમાં તમામ નેગેટિવ આવ્યા છે. 57 આરટીપીસીઆરના સેમ્પલ લાઇ વડોદરા મોકલ્યા છે. છેલ્લા 14 દિવસથી કોરોના ટેસ્ટીગ નેગેટિવ આવતા સરકારી તંત્રને રાહત મળેલ છે.

શિનોર, સાધલી અને સીમળી પી.એચ.સી દ્વારા10 લેખે 30 એન્ટિજન ટેસ્ટીંગ કરતા તમામ નેગેટિવ આવ્યા છે. શિનોર તાલુકામાં છેલ્લા 14 દિવસમાં એકપણ કોરોના પોઝિટિવ સરકારી ચોપડે નોંધાયો નથી. શિનોર તાલુકાનું આરોગ્ય તંત્ર હાલ કોરોના વેક્સિનની કામગીરીમાં જોતરાયું છે. અત્યાર સુધી 14808 લાભાર્થીઓએ પ્રથમ ડોઝ અને 5767 લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો છે. રવિવારે 57 આરટીપીસીઆરના સેમ્પલ એસએસજી વડોદરા તપાસ માટે મોકલ્યા છે.

તાલુકાના મુખ્ય 3 વેપારી મથક શિનોર, સેગવા અને સાધલી બજારો અને બસ-સ્ટેન્ડ પર કોરોનાને ભૂલીને લોકો કોવિડ-19ના નિયમો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. પોલીસતંત્ર વાહન ચાલકો અને પેસેન્જર વાહનોને રોકી તપાસ કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 (બી) અને સોશિયલ ડિસ્ટન્સ ભંગનો ગુનાઓ નોંધે છે. પણ બજારો અને બસ સ્ટેન્ડ પર માસ્ક વગર ફરતા લોકોને દેખા અણદેખા કરે છે જે જોખમ રૂપ સાબિત થઈ શકે છે.

સાધલી ગામમાં તાજેતરમાં બે મ્યુકરમાઈકોસિસના કેસ મળી આવ્યા હોય લોકો પણ ગંભીર બની જાગૃત થઈ કોવિડ-19ના નિયમોનું પાલન કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...