ઉત્સાહ:પાનવડ સહિત પંથકમાં દિવાળી પર્વની ઘરાકી નીકળતાં વેપારીઓમાં આનંદ

પાનવડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીના આગળ ઘરાકી નિકળતા વેપારીઓની દિવાળી આ વર્ષે સુધરી તેમ સ્થાનિકો જણાવે છે. - Divya Bhaskar
દિવાળીના આગળ ઘરાકી નિકળતા વેપારીઓની દિવાળી આ વર્ષે સુધરી તેમ સ્થાનિકો જણાવે છે.
  • બજારોમાં ગ્રામીણ વિસ્તારોના લોકોની ખરીદી માટે ભીડ જામી.
  • માટીના​​​​​​​ કોડિયાં, દીવા, મીઠાઈ-ફરસાણ જેવી ચીજવસ્તુઓની ખરીદી

સમગ્ર પંથકમાં દિવાળી પર્વને લઈ લોકોમાં ખુબજ તૈયારીઓ ચાલતી હોય છે. લોકો ઘરોમાં રંગરોગન કરાવતા તેમજ પરિવારના સભ્યો દ્વારા નવીન વસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોય છે. અહીંયા લોકોમાં નવરાત્રી બાદ દિવાળી પર્વની ઉજવણી માટે ખુબજ ઉત્સાહ જોવા મળતો હોય છે.

હાલમાં દિવાળી પર્વના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અહીંયા ભરાતા અઠવાડિક બજાર સહિતના દિવસો દરમિયાનમાં તહેવારને લગતી સાધન સામગ્રી, ફટાકડા, કપડા, દિવાળી પર્વમાં વપરાતા માટીના કોળીયા, દીવા, મીઠાઈ-ફરસાણ જેવી અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવા ગ્રામ્ય લોકો બજારમાં નીકળતા વેપારીઓમાં ખુશી જોવાઇ રહી છે. અહીંયાનો વેપાર ગ્રામ્ય લોકો ઉપરજ નિર્ભર રહેલો છે. ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તહેવારના અનુરૂપ ખરીદી થતાં વેપારીઓની દિવાળી સુધરી હોય તેમ સ્થાનિક વેપારી હાલના સમયમાં જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...