તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છોટાઉદેપુર જિલ્લામાં નિયંત્રણો સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

છોટાઉદેપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા માટે આયોજકોએ ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે
  • જરૂરી વિસ્તારોમાં ઉચિત સમય માટે કર્ફ્યુ લગાવવો પડશે
  • 48 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તે જ ભાગ લઈ શકશે

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા /શોભાયાત્રા કાઢી હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામા આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા / શોભાયાત્રા કાઢવા માટે મૌખિક અને લેખિત રજૂઆતો મળતા કોરોના સંક્રમણની રાજ્ય સરકાર દ્વારા કરવામા આવેલ સમીક્ષા ધ્યાને લઇ આગામી અષાઢી બીજ એટલે કે તા. 12 જુલાઈના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમુક શરતો અને નિયંત્રણો સાથે જિલ્લામાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા / શોભાયાત્રા કાઢવા તંત્રએ મંજુરી આપેલ છે.સ્થાનિક વહીવટી તંત્રએ સંબંધિત મંદિર / ટ્રસ્ટ / આયોજકો સાથે ચર્ચા કર્યા મુજબ ટૂકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે.

રથયાત્રા / શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ (5) સંખ્યાના રથ/વાહન સાથે નિકળશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજનમંડળી, બેન્ડ વિગેરે રથયાત્રા / શોભાયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. રથયાત્રા દરમ્યાન યાંત્રિક વાહનો ખલાસીઓ દ્વારા ખેંચવામા આવે ત્યારે ખલાસીઓની સંખ્યા કોઇ પણ સંજોગોમાં એક સાથે 60થી વધારે ન થાય તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. રથયાત્રા /શોભાયાત્રા ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો / સંચાલકો અને પુજાવિધીમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના 48 કલાક પહેલા કરાવેલ RTPCR Test નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે.

તમામે Covid-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇએ. જો કે બંને ડોઝ લીધેલ હોય તે હિતાવહ છે. ધાર્મિક વિધિમાં રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામા આવેલ સંખ્યા કરતા વધારે લોકો એકત્ર ન થાય તે અંગે આયોજકોએ કાળજી લેવાની રહેશે. રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ રથ / વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. રથયાત્રા /શોભાયાત્રા દરમિયાન સ્થાનિક જરૂરિયાત મુજબ સંબંધિત સત્તાધિકારીઓ /માહિતી વિભાગ અને સંબંધિત મંદિર/ટ્રસ્ટ /આયોજકોએ Steel Photography તથા જીવંત પ્રસારણ ઉપ્લબ્ધ કરવા માટે જેટલું શક્ય હોય તેટલું આયોજન કરી શકશે.

કોવિડ-19ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા /શોભાયાત્રા દરમિયાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઇ શકશે નહિ. Covid-19 ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા / શોભાયાત્રાનું વ્યવસ્થિત સંચાલન થઇ શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી વિસ્તારોમાં ઉચિત સમય માટે કર્ફ્યુ લગાવવનો રહેશે અને જરૂર જણાય તેવા માર્ગો ઉપરના પ્રવેશ-નિર્ગમનના રસ્તાઓ નિયંત્રિત કરવાના રહેશે.

તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટંસીંગનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. તેમજ Covid-19 અંગેના પ્રોટોકોલની અન્ય સંબંધિત જોગવાઇઓ પાળવાની રહેશે. આ અંગે આપવામા આપેલ પરવાનગી મુજબ જ રથયાત્રા નીકળે તેનું અસરકારક અમલીકરણ પોલીસ વિભાગે કરવાનું રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુરના હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં આ જાહેનામા લાગુ પડશે.

કરજણમાં સરકારની ગાઈડલાઈનના પાલન સાથે 14મી રથયાત્રા યોજાશે
કરજણ ખાતે 14મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના મહામારીને લઈને રથયાત્રાનો રૂટ રણછોડજી મંદિરથી નીકળી જૂના બજાર અંબાજી મંદિરથી પરત નવા બજાર એસટીડેપો પાણીની ટાંકી થઈને સુવર્ણપૂરી સોસાયટીથી હાથી બાગ થઈને જલારામ ચોકડી દત્ત મંદિરથી પરત કોર્ટથી રણછોડપાર્ક સોસાયટી થઈને ભાથુંજી મંદિરથી ગીતાંજલિ કોમ્પ્લેક્ષથી પરત રણછોડજી મંદિરે આવશે. આમ બે કલાકમાં રથયાત્રા પુર્ણ કરવામાં આવશે. જ્યારે રથયાત્રામાં જોડાવનાર આયોજકોનો શનિવારે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સરકારની ગાઈડલાઈનને લઈને જૂના બજાર અને જલારામ નગરનાં રૂટમાં કાપ મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...