તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને કારણે નિર્ણય:છોટાઉદેપુરના વાઘસ્થળ ડુંગરે દર વર્ષે ભરાતો રંગપાંચમનો મેળો ના યોજાયો

છોટા ઉદેપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાઘશૂર મહારાજના મંદિરે આદિવાસીઓ દ્વારા સાદગીથી પૂજા તથા બાધાઓ પૂર્ણ કરવામાં આવી હતી. - Divya Bhaskar
વાઘશૂર મહારાજના મંદિરે આદિવાસીઓ દ્વારા સાદગીથી પૂજા તથા બાધાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
 • કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મેળાઓ ન ભરવા જાહેરનામું અમલમાં છે
 • ચાલુ વર્ષે માત્ર સીમિત વ્યક્તિઓએ દર્શનનો લાભ લીધો હતો

છોટાઉદેપુર નગરની થોડે દુર જંગલમાં એક મોટો ડુંગર આવેલ છે. જેને વાઘસ્થળ ડુંગર નામથી ઓળખવામાં આવે છે. દર વર્ષે ફાગણ વદ પાંચમ (રંગ પાંચમ)ના રોજ વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રંગપાંચમનો મેળો ભરાય છે. અને આદિવાસીઓ દ્વારા ઢોલ ત્રાંસા, પીહા લઈને નાચગાન કરવામાં આવે છે.

મેળામાં હજારોની સંખ્યામાં મેદની એકત્રિત થાય છે. અને વાઘસ્થળ ડુંગર ઉપર ચઢી આવેલ વાઘેશ્વરી માતાની ડેરીએ દર્શન કરી ધન્યતા અનુભવે છે. પરંતુ ચાલુ વર્ષે ભયંકર કોરોના કાળ ચાલી રહ્યો હોઈ કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહિ જેના કારણે તંત્ર દ્વારા મેળાઓ નહિ ભરાવા દેવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેનો કડક અમલ કરવામાં આવ્યો હતો. જેથી વાઘસ્થળ ડુંગરની તળેટીમાં ભરાતો મેળો પણ ભરાયો ન હતો. ચાલુ વર્ષે માત્ર સીમિત વ્યક્તિઓએ દર્શનનો લાભ લીધો હતો.

આવેલ વાઘસ્થળ ડુંગરની તળેટીમાં 500 વર્ષ પુરાણું વાગસૂર મહારાજનું મંદિર આવેલ છે. ત્યાં વર્ષોથી આદિવાસીઓ દ્વારા પૂજન અર્ચન અને દર્શન કરી રાખેલી બાધાઓ પૂર્ણ કરવામાં આવે છે. છોટાઉદેપુર નગરની પ્રજા પણ દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને મંદિરની તળેટીમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારે મેદની એકત્રિત થઈ મેળાનો આંનદ લે છે. પરંતુ કોરોનાએ હોળીના મેળાઓની મજા બગાડી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો