તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ સામે પાલિકા બોર્ડના 28માથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત 18 જાન્યુઆરીએ રજૂ કરી હતી. ત્યારથી દરખાસ્ત પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે કોઈપણ વહીવટી કામકાજમાં પ્રમુખની સહી લેવી નહિ. જેના કારણે નગરપાલિકાની વહીવટી કામગીરી ઠપ થઈ ગઈ છે.
ઉપરાંત નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ તથા અન્ય એક વ્યક્તિ ઉપર થોડા સમય અગાઉ બાલુભાઈ છગનભાઇ તડવીએ છેતરપિંડી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આગોતરા જામીન અરજી કોર્ટમાં રજૂ કરતા જામીન મળ્યા ન હતા. જે અંગે બીજી વખત હાઇકોર્ટમાં જમીન અરજી રજૂ કરતા કોર્ટે 19 તારીખ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ સામે એટ્રોસિટી અને છેતરપિંડીની ફરિયાદ થતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુક્યાને 22 દિવસ જેવો સમય થયો છે ત્યારે નગરમાં જરૂરી કામો અટકી ગયા છે.
પ્રજાના કામો કરવા અમો તત્પર છીએ
આ અંગે પાલિકા સભ્ય સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે નગરમાં વિકાસને પ્રાધાન્ય આપવા અમો અગ્રેસર છે. પ્રજાના કામ કરવા અમો તત્પર છે. પરંતુ વહીવટી કામગીરીના કારણે બધું ખોરંભે પડેલું હોય વહીવટી મંજૂરી મળે તો નગરનો વિકાસ થાય તેમ છે તેમ જણાવ્યું હતું.
પ્રમુખને દૂર કરવા અંગે રજૂઆત કરીશું
આ અંગે નગરપાલિકા ઉપ પ્રમુખ ઝાકિરભાઈ દડીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે અમો નગરપાલિકાના 25 સભ્યો ટૂંક સમયમાં આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરના દ્વાર ખખડાવીશું અને પ્રમુખને ફરજ પરથી દૂર કરવા કરવા રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું.
નગરપાલિકાનો વહીવટ કથળી ગયો છે.
નગરપાલિકા સભ્ય પ્રશાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં નગરપાલિકાનો વહીવટ કથળી ગયેલ છે. વિકાસલક્ષી કોઈ કામ થતા નથી. જેના કારણે અમો જનતાને જવાબ આપી શકતા નથી. અમો 5 સભ્યો આ અંગે ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ સોંપવા અર્થે પ્રાદેશિક કમિશનરને ભલામણ કરનાર છે. તેમ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.