તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કવાંટનો વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ પહેલી વાર મોકૂફ રહેશે, પ્રાંત અધિકારીની હાજરીમાં મેળા માટે બેઠક યોજાઇ

ક્વાંટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને લીધે હોળીના ત્રીજા દિવસે થતો મેળો બંધ

કવાંટ તાલુકા પંચાયતના સભાખંડમાં આગામી દિવસોમાં હોળી પર્વે તાલુકામાં ભરાનાર મેળાઓને અનુલક્ષીને છોટાઉદેપુર પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટની અધ્યક્ષતામાં તાલુકાના હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તાલુકાના મામલતદાર અને ટીડીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં ગેરનો મેળો બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.

આદિવાસી સંસ્કૃતિની ઓળખ એવો વિશ્વવિખ્યાત ગેરનો મેળો કવાંટમાં હોળી પછી ત્રીજા દિવસે ભરાય છે. જેમાં તાલુકાના 133 ગામના લોકો તેમજ દેશવિદેશથી લોકો મેળો મહાલવા ઉમટે છે. આદિવાસી લોકસંસ્કૃતિ ધરાવતો મેળો, લોકનૃત્ય તેમજ તેમનો પહેરવેશ અને સંસ્કૃતિ જોઈને તેઓ અચબિંત બની જાય છે. કવાંટ નગરમાં એક સુર અને એક જ તાલે હજારોની સંખ્યામાં લોકનૃત્ય કરતો માનવ સમૂહ જોવા મળે છે.

પરંતુ આ વખતે ગુજરાતમાં વધતા કોરોનાના કેસોને લીધે જિલ્લા કલેક્ટર દ્વારા હાટ બજાર, સભાઓ, સરઘસો પર પ્રતિબંધ માટેનું જાહેરનામું બહાર પડાયું છે. જેના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે કવાંટ નગરમાં ભરાતો ગેરનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. મેળાને લઇને બુધવારે કવાંટ તાલુકા પંચાયતના સભાખંડમાં તા.પં.ના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા સદસ્યો, ગ્રામ પંચાયતોના સરપંચો, આગેવાનો સાથે મીટિંગ કરી જાણ કરાઇ હતી કે આ વખતે કોરોનાને કારણે ગેરનો મેળો મોકૂફ રાખવો પડશે. ગેરના દિવસે લોકો ભેગા ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો