પ્રજાની માંગણી:છોટાઉદેપુરના ફતેપુરામાં જાહેર શૌચાલય 1 વર્ષથી બંધ હાલતમાં, સાફ સફાઈ કરી શૌચાલયને પુન: શરૂ કરાવવા પ્રજાની માગ

છોટાઉદેપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં ફતેપુરા ખાતે આવેલું જાહેર શૌચાલય છેલ્લા એક વર્ષથી  બંધ હાલતમાં છે. - Divya Bhaskar
છોટાઉદેપુર નગરમાં ફતેપુરા ખાતે આવેલું જાહેર શૌચાલય છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે.

છોટાઉદેપુર નગરમાં વોર્ડ નં-4માં ફતેપુરા વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલય છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. જેને સાફ સફાઈ કરી પુનઃ શરૂ કરાવવા પ્રજા માગ કરી રહી છે. છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં પડેલી શૌચાલયમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાવી પુનઃ શરૂ કરવામાં આવે તો આસપાસમાં દુકાનો ધરાવતા તથા ઓફિસો ધરાવતા વેપારીઓને રાહત થાય તેમ છે. જેથી વહેલી તકે શૌચાલય પુનઃ શરૂ થાય તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં-4ના પૂર્વ કોર્પોરેટર કનુભાઈ ગઢવી જણાવી રહ્યા છે કે છેલ્લા 1 વર્ષ જેવા સમયથી વોર્ડ નં-4 ફતેપુરા ખાતે આવેલ જાહેર શૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યા છે. ભારે ગંદકીને કારણે અસહ્ય વાસ આવે છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જાહેર શૌચાલય હોય આવતી જતી પ્રજા તથા સ્થાનિક વેપારીઓને જરૂરી થઈ પડે તેમ છે.

જે અંગે પાલિકા તંત્ર તુરંત પગલાં ભરે અને શૌચાલયના તાળા ખોલી નિયમિત સાફ સફાઈ કરે અને તે ચાલુ કરે તેવી માગ છે. વોર્ડ નં-4ના કોર્પોરેટર અને હાલના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રજાની માગને ધ્યાને લઇ ફતેપુરામાં આવેલ જાહેર શૌચાલયની સાફ સફાઈ કરાવી દેવામાં આવશે અને પુનઃ શરૂ કરવામા આવશે તેમ ફોન ઉપર જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...