છોટાઉદેપુર જિલ્લામાં આગામી 18 એપ્રિલના રોજ સવારે 10થી બપોરે 4 કલાક દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત ગુજકેટની પરીક્ષા છોટાઉદેપુર જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા કોઇ પણ પ્રકારની ગેરરીતીઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.કે.બારીઆએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી ફરમાવ્યા છે.
જાહેરનામા જણાવ્યું છે કે તા. 18 એપ્રિલના રોજ છોટાઉદેપુર જિલ્લામાં એસ.એફ હાલસ્કૂલ, છોટાઉદેપુર યુનિટ-1, એસ.એફ. હાઇસ્કૂલ, છોટાઉદેપુર યુનિટ-2 અને ડોન બોસ્કો હાઇસ્કૂલ, છોટાઉદેપુર ખાતે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા ખંડની અંદર તથા ચારેય બાજુ 100 મીટર વિસ્તારમાં કોઇ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન, વિગેરે લઇ જવા નહીં. ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા નહીં. પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઇ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા તથા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહનો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. 18 એપ્રિલના રોજ અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે અથવા ભંગ કરવામાં મદદગારી કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.