જાહેરનામું:જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ અને દોરાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં તા. 3 ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલી રહેશે

છોટાઉદેપુર જિલ્લામાં આગામી ઉતરાયણના તહેવારની ઉજવણી દરમિયાન લોકો પતંગ ઉડાડવા માટે ચાઈનીઝ દોરી-દોરા, પ્લાસ્ટિકની દોરી, ચાઈનિઝ માંજા, મેટલીક થ્રેડ, સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટિંગ કરેલ હોય અને નોન - બાયોડીગ્રેડેબલ હોય આવી વસ્તુઓ માનવજીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારૂપ છે. તેમજ મેટલીક થ્રેડ(ધાતુ મિશ્રિત દોરા), મેગ્નેટીક ટેપના ઉપયોગથી આગજની, કરંટ લાગવો કે અન્ય દુર્ઘટના બને છે.

આથી ચાઈનીઝ તુક્કલ / સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરી અને તેના જેવી સિન્થેટિક દોરીના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર દ્વારા સી.આર.પી.સી. કલમ-144 અન્વયે આ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર જિલ્લામાં તા.4/1/2023થી 3/2/2023 સુધીના દિવસ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ધ ઇન્ડિયન પીનલ કોડ-1860ની કલમ-188 હેઠળ દંડપાત્ર છે.

તે ઉપરાંત, જાહેર સલામતી ખાતર રસ્તામાં કે જાહેર સ્થળો પર પતંગ ચગાવવા માટે તેમજ ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા કબજામાં રાખવા કે સંગ્રહ કરવા પર સમગ્ર જિલ્લાની હદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિતને શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...