તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વિશ્વ ક્ષય દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં કાર્યક્રમો યોજાયા

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. - Divya Bhaskar
વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
 • સરકારી કચેરીઓ સહિત વિવિધ જગ્યાએ ટીબીના લોગો વાળા માસ્કનું વિતરણ

છોટાઉદેપુર જિલ્લામાં 24 માર્ચ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ઠેર ઠેર રેલીઓ યોજીને લોકોમાં ટીબી રોગ વિશે જાગરૂકતા આવે તે હેતુસર યોજાતા કાર્યક્રમો આ વર્ષે ગામ-ફળીયે નાની નાની કોમ્યુનિટી મીટિંગ યોજીને લોકોમાં ટીબી રોગ વિશે જાગરૂકતા આવે તે માટે ટીબી રોગના પ્રારંભિક લક્ષણો, ટીબી શંકાસ્પદ કેસની તપાસ અને જરૂરી સારવાર બાબતે લોકોને જરૂરી જાણકારી અપાઈ હતી. તે અંગે છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં કાર્યક્રમો યોજાયા હતા. તો કેટલાક સેન્ટરોમાં ટીબી રોગથી હું કોઈનું પણ મૃત્યુ નહીં થવા દઉંના સપથ લઇને ટીબી રોગને નાબૂદ કરવા માટે ની પ્રતિબદ્ધતા દાખવી હતી.

છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ રાઠવા તેમજ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓને ટીબીના લોગો વાળા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને ટીબી રોગ નાબૂદ કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની સરકારી કચેરીઓ સહિત ઠેર-ઠેર ટીબીના લોગો વાળા માસ્ક વિતરણ કરીને લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો હાથ ધરાયા.

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંકણીના સંયુક્ત ઉપક્રમે શારણેશ્વર વિદ્યાલય લઢોદ ખાતે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ટીબી, એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા તથા જિલ્લા પીપીએમ કો-ઓર્ડીનેટર અશ્વિનભાઈ રાઠવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંકણીના મેડિકલ ઓફિસર ડો- ક્રિષ્ણા કોલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો તથા નિદાન અને જરૂરી સારવાર વિશે વિ‌સ્તુત જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શારણેશ્વર વિદ્યાલય લઢોદના 100થી વધુ વિદ્યાર્થીઓ તથા હાઇસ્કૂલના આચાર્ય હમીરભાઇ રાઠવા સહિત સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બુધવારે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ગામ ફળીયે તથા સબ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો